રોગચાળાની ભીતિ:પેટલાદ શહેરમાં સફાઇના નામે શૂન્ય સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ પર

પેટલાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પેટલાદ શહેરના સોહંગ સિનેમા થી અેસ.ડી.પઠાણ હાઈસ્કુલ સહિત વિવિધ વિસ્તારોની ગંદકીથી સ્થાનિક રહીશો પરેશાન થઈ જવા પામ્યાં છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પાયાની સુવિધા આપવામાં સ્થાનિક તંત્ર નિષ્ફળ ગયું છે.હાલમાં પેટલાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ચારેય તરફ અસહ્ય ગંદકીના ઢગજાેવા મળે છે તેમજ કાદવ કીચ્ચડનું પ્રમાણ વધી ગયું હોવાથી રોગચાળાની પણ દહેશત વર્તાઈ રહી છે. આ બાબતે સ્થાનિક રહીશો દ્વારામાં રજુઆત આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેને લઈને સ્થાનિકોમાં રોષ જાેવા મળી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પેટલાદ શહેરના સોહંગ સિનેમા થી એસ.ડી.પઠાણ હાઈસ્કુલ તરફ અવર જવર માટેનો માર્ગો પર ચોમાસામાં વરસાદ પડવાની સાથે જ પાણી ભરાઈ જાય છે. તેના કારણે સ્થાનિકોને અવર જવર કરવામાં મુશ્કેલીઓ ઉભી થાય છે.આ ઉપરાંત કાદવ કીચ્ચડનું પ્રમાણ વધુ હોવાથી જીવાતોનો ઉપદ્રવ વધી ગયો છે. જેથી બીમારીના કેસ વધુ જોવા મળી રહ્યા છે. આ વિસ્તારમાંથી ગંદકી દુર કરવામાં નહી આવે તો રોગચાળા ફાટી નીકળવાની દહેશત રહીશોમાં વર્તાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...