તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસપ્રદ ચૂંટણી:ઉમરેઠના જેઠ અપક્ષ અને ભાભી ભાજપમાંથી ચૂંટણી લડશે, છેલ્લી ઘડીએ ભાજપે ઉમેદવારો બદલ્યા

ઉમરેઠ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વોર્ડ-1માં ઉમેદવાર બદલાતા ગઈકાલે ભૂગર્ભમાં ગયેલા વોર્ડ-5ના બે ઉમેદવારો પણ પરત આવી ગયા
 • રાજકીય સમસ્યા અને વિવાદના સમાધાનકારી ઉકેલ લાવવામાં જિલ્લા નેતૃત્વ નિષ્ફળ
 • 20 વર્ષ થી યુવા કાર્યકર તરીકે સક્રિય અને ભાજપના પૂર્વ ધારાસભ્યના ભત્રીજાએ પણ દાવેદારી કરી હતી છતાં પસંદગી ન થઈ...!

ઉમરેઠના વોર્ડ નંબર-1 અને-5માં રાજકીય ખેલ બાબતે ઉમરેઠ ભાજપ આગેવાનોનો જૂથવાદ જિલ્લા મોવડી મંડળને ઉઠાં ભણાવી ધાર્યું કરાવી પોતાના વ્યક્તિ ને મેન્ડેટ અપાવવા હોડ લાગી હતી. ભાજપ જિલ્લા સંગઠને પણ ઉમરેઠની વણસેલી પરિસ્થિતિના કારણે ત્રણ ઉમેદવારો બદલવા પડ્યા છે. જોકે ભાજપે મેન્ડેટ કાપેલ ઉમેદવારે અપક્ષ ઉમેદવારી કરતા આ વોર્ડમાં ભાજપ માટે ખરાખરી નો ખેલ થવાનો છે. મહત્વનું છે કે વોર્ડ-1 માં ઉમેદવાર બદલાતા ગઈકાલે ભૂગર્ભ માં ગયેલ વોર્ડ-5 ના બે ઉમેદવારો પણ પરત આવી ગયા હતા. ઉમરેઠના વોર્ડ નં.1માં એક જ પરિવાર વચ્ચે ચૂંટણી જંગ થવાનો છે. વોર્ડ નંબર 1માં જેઠ અપક્ષમાંથી તો ભાભી ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યાં છે.

ઉમરેઠ ભાજપના હોદ્દેદારો અને આગેવાનોમાં ચાલતો આંતરિક જુથવાદ અને સત્તા અહંકાર શહેર ભાજપની ઘોર ખોદી રહ્યો હોવાનું ભાજપના કાર્યકરોમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.વોર્ડ-1 અને વોર્ડ-5 માં ઉમેદવારોના નામમાં થયેલ ફેરફારો જિલ્લા ભાજપની સંકલન નિષ્ફળતા અને જિલ્લા નેતૃત્વમાં વિપરીત રાજકીય પરિસ્થિતી તેમજ વિવાદને સાંભળવાની હોશિયારીનો અભાવ હોવાનું ખુલ્લું પાડે છે.

મહત્વનુ છે કે ગત ટર્મમાં વોર્ડ-1 માં જીતેલા ઉમેદવાર મેહુલભાઈ પટેલને ને બાદ કરી ગત ચૂંટણીમાં વોર્ડ-5માં હારેલ ઉમેદવાર ઈશ્વરભાઈ પટેલ(આઈકોન)ને ભાજપે વોર્ડ-1માં ચૂંટણી ઉમેદવારી કરાવી છે. આ બાબતને લઈ ઉમરેઠમાં જિલ્લા ભાજપ અને સ્થાનિક ભાજપ આગેવાનો વચ્ચેની કોઈ અલગ જ સાંઠગાંઠ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

બિનઅનુભવી ભાભીને બાદ કરવાની જગાએ ભાજપે રાજકીય અનુભવી જેઠની બાદબાકી કરી દીધી છે. જોકે હવે ભાજપનો પેચ ખરેખર ફસાયો છે. મેહુલભાઈ પટેલે વોર્ડ-1માં ભાજપ સામે અપક્ષ ઉમેદવારી નોંધાવી દીધી છે. એટલે ભાભી પક્ષમાં ચૂંટણી લડશે અને એ જ વોર્ડમાં જેઠ અપક્ષ ચૂંટણી લડશે. ભાજપ નેતાગીરી અને નેતૃત્વ બન્ને આ સમસ્યાના સુખદ અને સમાધાનકારી ઉકેલ લાવવામાં સદંતર નિષ્ફળ ગયાનું પ્રતિત થઈ રહ્યું છે.

બીજી બાજુ વોર્ડ-5માં પણ ભાજપે જાહેર કરેલ પ્રથમ ઉમેદવાર યાદીમાં (1)સુરેશભાઈ રતિલાલ જોશી નું નામ હતું જેની જગાએ નવી યાદીમાં તેમની પત્ની નિલાબેન સુરેશભાઈ જોશીનું નામ આવ્યું છે. જ્યારે (2)ડિમ્પલબેન(સ્મિતાબેન) કમલેશભાઈ પટેલની જગાએ કમલેશભાઈ બાબુભાઈ પટેલનું નામ આવી ગયું છે. ઉમરેઠના કાર્યકરો પૂછે છે કે નામ જાહેર થયા બાદ ન બદલવાની ભીષ્મવૃત્તિ માટે જાણીતા ભાજપમાં આવા ફેરફાર કેવી રીતે શક્ય બને છે?

ચૂંટણી ઉમેદવારીના આખરી દિવસે આવા રાજકીય નાટકો કેવી રીતે ઉભા થયા અને તેના કર્તાહર્તા કોણ છે તે ઉમરેઠના ભાજપના સામાન્ય કાર્યકરો જાણે છે અને નગરજનો પણ જાણે છે. ઉમરેઠની આ રાજકીય ઘટના અને તેનો ઉકેલ લાવવાની નિષ્ફળતા અને નમતું જોખવાની નીતિ જીલ્લામાં ભાજપ જિલ્લા નેતૃત્વને કમજોર અને નિષ્ફળ સાબિત કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો