તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:પેટલાદમાં ઓવરબ્રિજનું કામ ખોરંભે પડતાં વાહનચાલકોને ભારે હાલાકી

પેટલાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્રિજની સામગ્રી રોડ પર ખડકી દેવાતા અકસ્માતોનો ભય સતાવે છે

નડિયાદ-ખંભાત રોડ પર આવેલ પેટલાદ ફાટક પાસે છેલ્લાં પાંચેક વરસથી રેલ્વે ઓવરબ્રિજનું કામ ખોરંભે પડતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.જ્યારે સરકારી અતિથિગૃહ પાસેથી પસાર થતું રાજ્ય ધોરીમાર્ગની પણ ભારે અવદશા થવા પામી હોવા છતાં માર્ગ-મકાન વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં હોય તેમ દેખાઈ રહ્યું છે. અતિથિ ગૃહથી રંગાઈપુરા સુધી બ્રિજ માટે તૈયાર થયેલ સામગ્રીના કારણે માર્ગ સાંકળા બનતા વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે.

પેટલાદ મુકામે નડિયાદ-ખંભાત રોડ પર આવેલ ફાટક નં.28 પર ઓવર બ્રીજનું કામ આજથી પાંચેક વર્ષ પહેલા આરંભ કરાયો હતો જે બ્રિજનું કામ મંથર ગતિએ થયા બાદ એકા-એક કામ બંધ થતાં આજુ બાજુની સોસાયટીઓના રહીશો તેમજ ખંભાત-નડિયાદ માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકોને પેટલાદ શહેરમાં થઈ જીઆઈડીસી બાયપાસ નીકળવું પડતું હતું. જ્યારે બ્રિજનું કામ બંધ પડેલ હોવા છતાં ફાટકનો રસ્તો ખુલ્લો ન કરતાં શહેર નાગરિક સમિતિ સહિત વિવિધ સામાજિક સંગઠનોએ ભેગા મળી જન આક્રોશ રેલી યોજી નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમ છતાં ફાટક ખુલ્લી ન કરતાં રેલ રોકો આંદોલન પણ કરાયું હતું.

જે લડત અને આંદોલનના કારણે ફાટકનો રસ્તો ખુલ્લો કરી દેવાયો હતો. ત્યારબાદ વહેલી તકે બંધ પડેલ ઓવર બ્રિજનું કામ ચાલું કરાશે તેવી હૈયાધારણા આપી હતી અને તે મુજબ પુનઃ ટેન્ટરો બહાર પાડી પેટલાદ રેલ્વે ઓવર બ્રિજનો કામ સોંપાયો હતો તેમ છતાં આજદિન સુધી માત્ર ને માત્ર ફાટકનો રસ્તો ખુલ્લો કરી તંત્રએ સંતોષ માન્યો છે.

અન્ય સમાચારો પણ છે...