મતદાન પૂર્ણ:પંડોળી દૂધ મંડળીની 11 બેઠકો માટે 85.64 ટકા મતદાન થયું

પેટલાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
દૂધ મંડળીમાં સાંજના 7 વાગ્યાએ મતદાન પૂર્ણ થયા બાદ એક કલાકનો વિરામ બાદ ગામના આગેવાનોની ઉપસ્થિતીમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી. - Divya Bhaskar
દૂધ મંડળીમાં સાંજના 7 વાગ્યાએ મતદાન પૂર્ણ થયા બાદ એક કલાકનો વિરામ બાદ ગામના આગેવાનોની ઉપસ્થિતીમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી.
  • મતદાન પૂર્ણ થયા બાદ કલાકના વિરામ પછી ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં ગણતરી શરૂ

પેટલાદ તાલુકાની પંડોળી દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટીની 11 બેઠકો માટે રવિવારે મતદાન યોજાયું હતું.4મહિલા અનામત સહિત કુલ 27 ઉમેદવારોનું ભાવિ 740 મતદારો મતપેટી સીલ કર્યુ છે.મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી હાથધરવામાં આવી છે. બેલેટ પેપર હોવાથી મોડીરાત્રે પરિણામ જાહેર થશે. પંડોળી દૂધ મંડળી ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઇ છે.

પેટલાદ તાલુકાના પંડોળી દૂધ ઉત્પાદક સહકારી મંડળીની આગામી પાંચ વર્ષ માટે 11 બેઠકોની ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થતા જ 25 હજાર જેટલી વસ્તી ધરાવતાં આ ગામના સહકારી અને રાજકીય ક્ષેત્રે હલચલ મચી જવા પામી હતી. 11 બેઠકો માટે27 ઉમેદવારોનું ભાવિ ૮૬૪ મતદારોમાંથી 740મતદારો મતદાન કરતાં 85.64 ટકા મતદાન થયું છે. જ્યારે ચૂંટણી અધિકારી તરીકે ગ્રામ પંચાયતના માજી સરપંચ અને શિક્ષિત અગ્રણી અભિલાષભાઈ ગોર ફરજ નિભાવી હતી.

દિવસ દરમિયાન5 થી 6 હજાર લિટર દૂધ ભરતી આ મંડળીમાં વાર્ષિક અંદાજે 10 કરોડનો ટર્ન ઓવર કરતી સંસ્થા પર કબજો જમાવવા બે જૂથો પોતપોતાની રીતે ગણિત માંડી રહ્યા છે. પંડોળી દૂધ મંડળીમાં સાંજના 7 વાગ્યાએ મતદાન પૂર્ણ થયા બાદ એક કલાકનો વિરામ બાદ ગામના આગેવાનોની ઉપસ્થિતીમાં મતગણતરી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...