તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:પેટલાદમાં રથયાત્રા માત્ર 60 ખલાસીઓ સાથે નીકળશે

પેટલાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માત્ર 5 વાહનો સામેલ રાખી શકાશે

પેટલાદમાં આગામી 12 જુલાઈને અષાઢી બીજને સોમવારે બપોરે 2 કલાકે રણછોડજી મંદિરેથી પરંપરાગત માર્ગ પર ભગવાન જગન્નાથજીની રથયાત્રા સરકારની કોવિડ અંગેની ગાઈડ લાઈન મુજબ નીકળશે.

આ રથયાત્રાના 95 વર્ષના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત 60 ખલાસીઆે સાથે નીકળશે. જે અગાઉ 700 ખલાસીઆે સાથે નીકળતી હતી. આ વખતે રથયાત્રામાં માત્ર 5 વાહનો સામેલ રાખી શકાશે. અખાડા,ભજન મંડળીઓ જોડાઈ શકશે નહીં રસ્તામાં કે રથ આવ્યા બાદ પણ કોઈ પ્રકારની પ્રસાદીનું વિતરણ કરી શકાશે નહીં. આ સાથે આ વખતે રથયાત્રામાં જોડાનાર ખલાસીઆેએ ઓછામાં ઓછું રસીકરણનો પ્રથમ ડોઝ અને RTPCRનો નેગેટિવ રીપોર્ટ જરૂરી છે. આ રથયાત્રા માત્ર બે કલાકમાં રથયાત્રા પૂર્ણ કરવાની રહેશે.

રથયાત્રામાં મુખ્ય રથ જગન્નાથજીના સાથે બલરામ, શુભદ્રા, લાલજી મહારાજની પાલખી સાથે રણછોડજી મંદિરના મહંત વાસુદેવ મહારાજના વાહન જોડાશે તેમ હેમંતભાઈ પંડ્યા, રથયાત્રાના મુખ્ય કાર્યકરે જણાવ્યુ઼ હતું. ઉલ્લેખનીય છે કે, રથયાત્રાની તડામાર તૈયારીઓ સરકારની ગાઇડલાઇન જળવાઇ રહે તે મુજબ સૂચનાઓ આપવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...