નડીઆદ ડિવિઝનના પેટલાદ એસ. ટી. ડેપો ખાતે છેલ્લા 28 વર્ષથી ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અને છેલ્લા ઘણાં સમયથી ભારતીય મજદૂર સંઘના 96/3 ના પ્રતિનિધિ તરીકે સેવાઓ આપતા પેટલાદના આશિકઅલી આઈ. સૈયદ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો ભવ્ય અને અનોખો વિદાય સમારંભ પેટલાદ ડેપો ખાતે યોજાયો હતો.
વિદાય સમારંભ બાદ તેમના શુભેચ્છક મિત્રો દ્વારા ઢોલ નગારા સાથે ઘોડેસવારી કરાવી ડેપોથી પોતાના ઘર સુધી વાજતેગાજતે પહોંચાડ્યા હતા. તેમણે પેટલાદ-ધોળકા, પેટલાદ-અમદાવાદ અને પેટલાદ-કપડવંજ જેવા લાંબા રૂટ પર ફરજ બજાવી કાયમી મુસાફરોમાં પણ એક આગવી અને સરળ ઓળખ જમાવી હતી.
આ પ્રસંગે પેટલાદ ડેપો મેનેજર આર. એસ. શ્રીમાળી, એ. ટી. આઈ. બી. આર. ડાભી, યુનિયન પ્રતિનિધિ આગેવાનોએ તેઓની ફરજને બિરદાવી ફુલહાર કરી શાલ ઓઢાડી અને વિવિધ મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.