રજૂઆત:ઉપસરપંચના પુત્રે તલાટીને ફોન પર ધમકી આપતાં ટીડીઓને રજૂઆત

પેટલાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેટલાદના સંજાયા ગામે પાણીના પ્રશ્ન બાબતે બોલાચાલી

પેટલાદ તાલુકાના સંજાયા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે હિતેશ ડી વણકર ફરજ બજાવે છે. ગુરૂવારે ઉપસરપંચના પુત્ર જગદીશભાઇ શંકરભાઇ પરમારે તલાટીના મોબાઇલ પર ફોન કર્યો હતો. તલાટી જણાવ્યું હતું કે વોર્ડ નં 3માં પાણીના પ્રશ્ન બાબતે રજૂઆત કરી હતી વોર્ડનં -3માં બાકી ખાતેદારોની પંચાયતના લેણાંની યાદી બનાવો અને બાકી બીજું કોઇ કામ કરવું નહીતેમજ ભલાભાઇના વિસ્તારમાં કઇ રીતે બ્લોક નાંખેલ છે. તમને પાણીના કામની ગંભીરતા ન હોઇ લેટર પેડ તમો અને સરપંચ વહીવટ કરવાનો બંધ કરી દો. તેમ કહીને તલાટીને અપશબ્દો બોલીને તમને ભેરવી દઇશે કાલે પંચાયતમાં આવતાં નહીં તેવી ગર્ભિત ધમકી આપી હતી .તેમજ ગ્રામ પંચાયતના કામકાજમાં વિક્ષેપ ઉભા કરી રહ્યાં છે. જેથી તલાટીએ TDO પેટલાદને લેખિતમાં રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...