શતાબ્દી મહોત્સવ:શ્રીનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયનો શતાબ્દી ભવ્ય મહોત્સવ ઉજવાશે

પેટલાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રમુખસ્વામી મહારાજ જેવા મહાપુરૂષો આ સંસ્થાની દેન

પેટલાદના નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના શતાબ્દી મહોત્સવ 21/11 થી 26/11 દરમિયાન યોજાનાર છે. પરમહંસ સ્વામી જાનકીદાસજી મહારાજના આશીર્વાદથી તેમની 101મી પૂણ્યતિથિના અવસરે તથા સ્વ. શેઠ નારણભાઈ કેશવલાલ પરીખની પુણ્ય સ્મૃતિમાં થનાર આ કાર્યક્રમમાં ચતુર્વેદસંહિતા પારાયણ, શ્રીમદ્ ભાગવત સંહિતા પારાયણ, સંસ્કૃત નગરયાત્રા, ગુરૂપાદુકા પૂજન, એકાદશકુંડાત્મક મહાવિષ્ણુયાગ, સંસ્કૃત વિજ્ઞાન પ્રદર્શન,સુંદરકાંડ સમુહ પારાયણ, નવનિર્મિત લાયબ્રેરી ભવનનું લોકાર્પણ, વિદ્વત્ સન્માન, નારાયણરત્ન સન્માન, વ્યાસ ઉપાધ્યાય સન્માન, અધ્યાપક સન્માન, દાતા તથા સહયોગીઓનું સન્માન થનાર છે.

આ મહોત્સવના સમારંભના અધ્યક્ષસ્થાને આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ (વડતાલ), મુખ્ય અતિથિ તરીકે સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ (દંતાલી), જગદીશાનંદજી મહારાજ (કપડવંજ) ઉપસ્થિત રહેશે. નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય, સેનેટરી રોડ, પેટલાદ ખાતે યોજાનાર કાર્યક્રમમાં સતત એક સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમો યોજાનાર છે.

જેમાં આ સંસ્થાના શિષ્ય અને આણંદ જીલ્લાના પૂર્વ કલેકટર અને હાલ ગાંધીનગર મહાપાલિકાના કમિશનર ડૉ. ધવલ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે અત્રે ઉલ્લેખનીય છે કે નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયની સ્થાપના પરમહંસ સ્વામી જાનકીદાસજી મહારાજના સંકલ્પ, પ્રેરણા અને આશીર્વાદને સાકાર કરવા માટે સ્વ. શેઠ નારાણભાઈ કેશવલાલ પરીખની પુણ્યસ્મૃતિમાં ભારતીય સંસ્કૃતિ, દેવભાષા સંસ્કૃત અને બ્રહ્મવિદ્યાના સંરક્ષણ તથા સંવર્ધન અર્થે પરીખ પરિવારના કરકમળો દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...