ચારણ સમાજની ઘણી શાખાઓ છે. વરસડા શાખાના ચારણો જાણીતા હતા. ચારણ કવિ વરસાજી અને જતનજી રૂપાળીબા માતાજી રવરાઇની અખંડ ઉપાસના કરતાં હતા. તેઓ સાહિત્યક્ષેત્રે નિપૂર્ણ હતા. ત્યારે રાજસ્થાનના અમરસિંહ સમ્રાટ શાહજહાંના દિલ્હી દરબાર આમંંત્રણ પાઠવીને બોલાવ્યા હતા. બંને ચારણ કવિઓ રજૂ કરેલી કવિતા સાંભળીને તેમની બુધ્ધિમતા અને ચાર્તુયથી પ્રભાવિત થયા હતા. સંવત 1624ની મહાસુદ તેરસે ચારણકવિઓને રામોદડી ગામ ગરાસમાં ઇનામે રૂપે આપ્યું હતું. હાલમાં ગામના મંદિર ગવાતી માતાજી આરતીમાં મુસ્લિમ સમાજના દિલ્હીના સમ્રાટ શાહજહાંનું નામ ગવાય છે.
આમ સાહિત્ય ક્ષેત્ર 500 વર્ષથી નામના મેળનાર2 હજારની વસ્તીમાં 71 શિક્ષકો, 10 ડોકટરો અને 15 પોલીસ કર્મીઓ સહિત 500થી વધુ યુવકો સારી જગ્યાઓ પર નોકરી કરી રહ્યાં છે. પેટલાદ તાલુકાના રામોદડી ગામે પાકા રસ્તા સહિત તમામ સુવિધા ઉપલબ્ધછે. પરંતુ ગામમાં છેલ્લા કેટલાંક વર્ષોથી ખારુ પાણી આવે છે.તેના કારણે ગ્રામજનોને પીવાનું પાણી મેળવવા માટે અનેક મુશ્કેલીઓનો સામન કરવો પડે છે. જેને લઇને સરકારમાં રજૂઆત કરવામાં આવી છે.
ખારું પાણી હોવાથી આરઅો પ્લાન્ટની જરૂર
રામોદડી ગામ ગઢવી, ઠાકોર, સોલંકી, વણકર, પટેલ સમાજની વસ્તી છે. ગામમાં શાળા, રોડ રસ્તા સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ હાલમાં ગામનો સૌથી મોટો પ્રશ્ન ખારા પાણીનો છે.જેથી પીવાના પાણી માટે લોકોને વલખાં મારવાપડે છે. ખારા પાણીને કારણે હાડકાના રોગ થાય છે. જેથી જિલ્લા અને રાજયકક્ષાએ આરઓ પ્લાન્ટ ગામમાં બનાવવા માટે રજૂઆત કરી છે. આરઓ પ્લાન્ટ બની જાય તો ગામની સૌથી મોટી સમસ્યાઓનો અંત આવે તેમ છે. - પૂનમ તળપદા, સરપંચ, રામોદડી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.