તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:ATMમાંથી રૂ. 20.22 લાખની ઉઠાંતરીમાં CCTVની તપાસ, પોલીસને ગુનામાં વપરાયેલી કાળા રંગની કારની તલાશ

પેટલાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

પેટલાદમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમમાંથી રૂ. 20.22 લાખની ઉઠાંતરીના કિસ્સામાં 24 કલાક પછી પણ પોલીસને કોઇ નક્કર સુરાગ મળ્યો નથી. પોલીસે આણંદ જિલ્લાને જોડતા તમામ ટોલનાકાના સીસીટીવી ફુટેજની તપાસ કરીને કાળા કલરની કાર કઇ દિશામાં ગઇ છેતેની તપાસ હાથધરી છે. પેટલાદ ડી.વાય.એસ.પીના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ, એલસીબી, એસઓજી સહિતની ટીમોએ જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે. પેટલાદ GEB પાસે એસબીઆઈ બેન્કના હિટાચી કંપનીના એટીએમમાંથી ગુરૂવાર મોડીરાત્રે તસ્કરોએ મોટી રકમની ઉઠાંતરી કરી હતી.

પોલીસે એટીએમની આસપાસના સીસીટીવી તપાસ કરતાં કાળા રંગની કારમાં આવેલા તસ્કરોએ ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું.જેથી આણંદ જિલ્લા પોલીસ વડા અને પેટલાદ ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ કાળાકલરની કાર મોડી રાત્રે કયાં ટોલ નાકા પરથી પસાર થઇ છે તેની તપાસ કરવા માટે જિલ્લાને જોડતા માર્ગો પર આવેલા તમામ ટોલના નાકા સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે.

અન્ય સમાચારો પણ છે...