તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પેટલાદ અને સોજિત્રામાં આરોગ્ય સાથે ચેડાં કરતાં તબીબોનો રાફ્ડો

પેટલાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે થોડા સમય પહેલાં 9 બોગસ તબીબોને પકડ્યા હતા

પેટલાદ અને સોજીત્રા પંથકમાં બોગસ તબીબો બિલાડીની તોપની જેમ ઉભરી આવ્યા છે. પેટલાદ અને સોજીત્રા પંથકના મોટા ભાગના ગામડાઓમાં હાટડીઓ ખોલી માનવીના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહ્યા છે ત્યારે આવા બોગસ તબીબો સામે લાલ આંખ કરવાની તાતી જરૂરિયાત હોવાનું પ્રજાનું માનવું છે. થોડાક દિવસો અગાઉ આણંદ જિલ્લામાં લગભગ 9 જેટલાં બોગસ મુન્નાભાઈ ઝડપાયા હતા અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ હજુ પણ પેટલાદ અને સોજીત્રા પંથકમાં ખાનગી રાહે તપાસ કરવાની તાતી જરૂર છે.

આરોગ્યની રક્ષા માટે વિવિધ યોજનાઓ દ્વારા સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે તેની સામે કેટલાક સૂંઠના ગાંગડે ગાંધી થવા નીકળેલા બોગસ તબીબો આજે પણ આરોગ્યને લગતાં કાયદાના લીરેલીરા ઉડાવી રહ્યા છે. ભલે રાજ્ય અને કેન્દ્ર સરકાર તબીબી અને આરોગ્ય સેવાઓ પ્રજાને સંતોષકારક રીતે પૂરી પાડતી હોવાની ગુલબાંગો પોકારતી હોય.

પરંતુ અંતરીયાળ ગામોમાં હાલતમાં આરોગ્ય સુવિધાઓ મળતી હોવાનો રોષ આમ પ્રજા ઠાલવી રહી છે. જેનો લાભ ગામડામાં નાની-મોટી હોસ્પિટલો ખોલીને બની બેઠેલા M.B.B.S. મુન્નાભાઈ તબીબો લઈ પ્રજા સાથે દ્રોહ કરી રહ્યા છે. નજીવા દર્દથી પીડાતાં દર્દીને 10 દિવસની દવા આપી તગડી ફી વસુલી ગામડાની ભોળી પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...