અવરજવર પર પ્રતિબંધ:પેટલાદ બસ સ્ટેશન સામે આવેલ ફાટક પરથી વાહનોની અવરજવર પર પ્રતિબંધ

પેટલાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 26મી જુલાઈ 2022થી11મી એપ્રિલ 2023 સુધી ફાટક સંપૂર્ણ બંધ રહેશે

પેટલાદ બસ સ્ટેશન સામે આવેલ રેલ્વે ફાટક તરફથી સિવિલ હોસ્પિટલ જવાના માર્ગ પર ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડ દ્વારા પેટલાદ સ્ટેશન રોડ પાસે આવેલ એલ.સી.નં. 29 ઉપર રેલ્વે ઓવર બ્રીજ (ROB) બનાવવાની કામગીરી અર્થે આણંદના જિલ્લા મેજિસ્ટ્રેટ એમ. વાય. દક્ષિણીએ મળેલ સત્તાની રૂએ પેટલાદ સ્ટેશન રોડ પાસે આવેલ એલ.સી.નં. 29 પરથી પસાર વાહનોની અવરજવર કરવા પર તા. 26/7/2022 થી તા. 11/4/2023સુધી સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવેલ છે.

આ પ્રતિબંધ ફરમાવેલ માર્ગ પરથી પસાર થતાં વાહન ચાલકો માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવેલ છે જે અંતર્ગત આ માર્ગથી પસાર થતા વાહનચાલકો આ માર્ગના બદલે કાળકાગેટ ત્રણ રસ્તાથી બસ સ્ટેશન તરફ આવતા વાહનો કાળકા ગેટ ચોકી થઈ સરદાર બાવલા તરફ, સ્ટેશન તરફના વાહનો સરદાર બાવલા થઈ કાળકાગેટ ત્રણ રસ્તા થઈ ખોડિયાર ભાગોળ તરફ જઈ શકશે જયારે સુણાવ મરિયમપુરા વિસ્તાર તરફથી આવતા વાહનો પેટલાદ જી.આઈ.ડી.સી. થઈ પેટલાદ શહેરમાં પ્રવેશી શકશે. જીલ્લા કલેક્ટરે ફરમાવેલ આ જાહેરનામાનો ઉલંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ જાહેરનામામાં ફરમાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...