તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:પેટલાદના નાર પાસે કટીંગ થાય તે પહેલાં જ પોલીસની એન્ટ્રી : 19 લાખનો દારૂ કબજે

પેટલાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસે મુદ્દામાલ કબ્જે લઈ ત્રણ શખ્સની ધરપકડ કરી

પેટલાદ તાલુકાના નાર ગામ સ્થિત એક ફાર્મમાં શુક્રવારે સવારે કટીંગ કરવામાં આવે તે પહેલાં જ દારૂના અડ્ડા પર પોલીસે દરોડો પાડ્યો હતો. જેને પગલે નાસભાગ મચી ગઈ હતી. પોલીસે ત્રણ શખ્સની ધરપકડ કરી રૂપિયા 18.92 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. નોંધનીય છે કે, ફાર્મ ભાજપના એક અગ્રણીનું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, આ બાબતે ફરિયાદમાં કોઈ ઉલ્લેખ નથી.

તારાપુર ખાતે રહેતા અનીશ ઉર્ફે ગઠ્ઠો દિલીપભાઈ વ્હોરા, ભરત ફુલાભાઈ પરમાર અને રાજેન્દ્ર ઉર્ફે ભાણો જ્યસ્વાલે વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવ્યો હોવાનો અને તે પેટલાદ તાલુકાના નાર ગામના બહુચર માતાના મંદિરથી રામોદડી ગામ તરફના રસ્તા ઉપર આવેલ ફાટક પહેલા રેલ્વે ટ્રેક પાસે ખુલ્લી જગ્યામાં સંતાડી રાખ્યો હોવાની ચોક્કસ બાતમી પેટલાદ ગ્રામ્ય પોલીસને મળી હતી. જેને પગલે પોલીસે પરોઢીયે સવા પાંચ વાગે ઓચિંતો દરોડો પાડ્યો હતો.

પોલીસને જોતાવેંત જ નાસભાગ મચી હતી. પરંતુ પોલીસે ત્રણેયને ઝડપી પાડ્યા હતા. પોલીસે વિદેશી દારૂની 4740 નંગ બોટલ, 7404 નંગ ક્વાર્ટર મળી કુલ રૂપિયા 18.93 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વિદેશી દારૂ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાનો હતો તેની પૂછપરછ હાથ ધરી છે.

ઝારોલા રાવપુરામાં જમીનમાં ભોયરૂં બનાવી સંતાડેલો 94 હજારનો દારૂ ઝડપાયો
આણંદ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમી મળી હતી કે બોરસદના ઝારોલાના રાવપુરા ગામે બારોટ ફળિયામાં રહેતો પ્રફુલભાઈ ઉર્ફે પુંજાભાઈ મણીભાઈ બારોટ વિદેશી દારૂનો જથ્થો લાવી પોતાના ઘરના સંડાસ-બાથરૂમ પાસે જમીનમાં ભોયરૂં બનાવી છુપાવ્યો છે. આણંદ એલસીબીની ટીમે દરોડો પાડતાં સ્થળ પરથી એક શખ્સ ઝડપાઇ ગયો હતો. જેની પુછપરછ કરતા પ્રફુલ બારોટ હોવાનું જણાવ્યું હતું.

પોલીસે ઘરની સામેની બાજુમાં આવેલ સંડાસ-બાથરૂમ આગળની જગ્યામાં જમીનમાં બનાવેલ ભોયરામાં તપાસ કરતા મીણીયાની થેલીઓમાં પુઠાના બોક્સમાં દારૂની 177 નંગ બોટલ કબ્જે લીધી હતી. શખ્સની પૂછપરછ કરતાં પુત્ર ગૌરવ બારોટ લાવ્યો હોવાની કબુલાત કરી હતી. પોલીસે રૂપિયા 94 હજારનો મુદ્દામાલ કબ્જે લઈ બંનેની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...