કાર્યવાહી:વિજેતા ઉમેદવારોના સમર્થકોના ટોળાં વળતાં પોલીસનો લાઠીચાર્જ

પેટલાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરડામાં મંદિરે દર્શન કરવા ગયા હતા એ સમયે પોલીસ કાર્યવાહી કરી

પેટલાદ તાલુકાના પોરડામાં જીતેલા ઉમેદવાર અને તેમના ટેકેદાર મંદિરે દર્શન કરવા ગયા હતા એ સમયે ટોળે વળેલાં લોકોને છૂટા પાડવા અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુસર મહેળાવ પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જેને પગલે ભાગદોડ મચી ગઈ હતી.આ અંગેની સત્તાવાર સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આણંદ જિલ્લામાં મંગળવારે સરપંચપદના ઉમેદવારોના જેમ-જેમ પરિણામો આવી રહ્યા હતા તેમ-તેમ જીતેલા ઉમેદવારોના સમર્થકો ગેલમાં આવી જતા હતા.

દરમિયાન, મંગળવારે પેટલાદ તાલુકાના પોરડામાં સરપંચપદ માટે મહિલા બેઠક પર સેજલબેન યોગેશ પટેલ અને પ્રભા નિલેશ દવે વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં સેજલબેનને 929 અને પ્રભાબેનને 848 મત મળ્યા હતા. આમ, સેજલબેનને વિજેતા જાહેર કર્યા હતા. દરમિયાન, સેજલબેન તથા તેમના સમર્થકો ગામમાં આવેલા મંિદરના દર્શન કરવા માટે ગયા હતા. એ સમયે ટોળાં ભેગા થતાં અને કોવિડ ગાઈડલાઈન તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતાં પોલીસે દર્શન બાદ એકઠાં થયેલા ટોળાંને વિખૂટો પાડવા માટે લાઠીચાર્જ કર્યો હતો. જેને પગલે નાસભાગ મચી ગઈ હતી. જોકે, આ બનાવમાં કોઈને ઈજા પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...