દેશભરની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજો અને આઈઆઈટીમાં પ્રવેશ માટે જુલાઈ મહિનામાં જે.ઈ.ઈ. મેઈન પરીક્ષા લેવામાં આવી હતી. તેનું પરિણામ જાહેર થતાં ગુજરાત રાજ્યમાં પેટલાદના વતની માનવ દેવેન્દ્રકુમાર શાહે બીજો નંબર પ્રાપ્ત કરેલું છે. તથા 99.993 પર્સન્ટાઈલ મેળવી ગુજરાત રાજ્યમાં આણંદ જિલ્લાના પેટલાદ ગામનું નામ ઉજ્જવળ કરેલ છે.
આ અંગે માનવ શાહ જણાવ્યું હતું કે, હું જે.પી. ઠક્કર હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો મારા ગણિતમાં અને કેમિસ્ટ્રીમાં 100માંથી 100 માર્કસ છે તથા ફિઝિક્સમાં 100માંથી 96 માકૅસ છે. આમ કુલ 300માંથી 296 માકૅસ મેળવ્યા છે. પરંતુ પર્સન્ટાઈલના કારણે ગુજરાત રાજ્યમાં બીજા ક્રમાંકે રહેલ છે. તેની પર્સન્ટાઈલ 99.993 છે. હાલમાં હું જેઈઈ એડવાન્સ પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું આ પરીક્ષામાં પણ આવી સફળતા મેળવી આઈઆઈટીમાં કોમ્પ્યુટર સાયન્સ માં અભ્યાસ કરવાનું મારું લક્ષ્ય છે મારી આ સફળતામાં મારા માતા-પિતા તથા શિક્ષકોનો મહત્વનો ફાળો છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.