તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:પેટલાદ રેલવે ફાટક નં.24 અગામી બે દિવસ માટે બંધ

પેટલાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિપેરીંગને લઈ ટ્રાફીક ડાયવર્ટ કરાયો

આણંદ-ખંભાત રેલ્વેપ લાઇન પર આવેલ ફાટક નં.24 કે જેનો વાહનવ્યહાર અગાસ-પેટલાદ-દંતાલી થી ફાગણી થઇ આણંદ તરફ જાય છે. આ ફાટક પર રેલવેના અગત્યાના સમારકામ અગામી 11 અને 12 જુન અેમ બે દિવસ માટે સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી સંપૂર્ણ બંધ રહેશે.

પશ્ચિમ રેલવેના સુત્રોના જણાવ્યા અનુસાર આણંદ-ખંભાત રેલવે લાઈન પર આવેલા ફાટક નંબર 24 પર અગત્યના સમારકામ માટે બંધ કરવો જરૂર હોવાથી આણંદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.સી.ઠાકોરએ ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ અગામી તા. 11 જૂનના સવારે 8 વાગ્યાથી 12 જૂનના રાત્રે 8 વાગ્યા સુધી આણંદ-ખંભાત રેલવે લાઈન પર આવેલા ફાટક નં.24 વાહન વ્યવહારને અવર-જવર કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ દિવસ દરમિયાન વાહન ચાલકોએ પેટલાદ વાયા GIDC થઈને આણંદ તેમજ નડિયાદ તરફ અને અગાસ આશી રોડથી આણંદના માર્ગે જઈ શકે.

અન્ય સમાચારો પણ છે...