સરકારના આદેશની ઐસી તૈસી:પેટલાદ નગરપાલિકાએ એક પણ ઢોર ન પકડ્યું

પેટલાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્ગો પર રખડતાં ઢોર અડીંગો જમાવીને બેસતાં રાહદારીઓને મુશ્કેલી

સમગ્ર રાજ્યમાં હાલ રખડતાં ઢોરોનો મુદ્દો સૌથી ચર્ચાસ્પદ વિષય છે અને રાજ્ય સરકાર સહિત આ મુદ્દાને ભારે ગંભીરતાથી લઈને સમગ્ર રાજ્યમાં રખડતાં ઢોરો અને તેને છોડી મૂકતાં માલિકો સામે કડક પગલાં ભરી રહી છે. છતાં પણ પેટલાદ પાલિકાતંત્ર હજુ સુધી જાગ્યુ નથી. આજદિન સુધીમાં એક પણ રખડતાં ઢોરને પકડવામાં આવ્યું નથી.

જેના કારણે શહેરમાં પણ રખડતાં ઢોરોએ માઝા મૂકી છે અને રાહદારીઓને ભેટીએ ચડાવતા તેમજ ઈજાગ્રસ્ત થતાં જોવા મળી રહ્યા છે તેમ છતાં સત્તાધીશોનું પેટનું પાણી હાલતું નથી નગરના મુખ્ય માર્ગો પર રખડતાં ઢોરો અડીંગો જમાવીને બેસી રહે છે તેના પગલે રસ્તે પસાર થતા રાહદારીઓ, બાળકો તેમજ વિદ્યાર્થી વર્ગમાં ભારે ડરનો માહોલ પ્રસરેલો છે શહેરની શાળાઓની આસપાસ પણ ઢોરોએ અડ્ડો જમાવતા વિદ્યાર્થીઓમાં ડર બેસી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...