તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પેટલાદ ડેપોમાં ફરજ બજાવતા મેનેજર મનસ્વી નિર્ણય લઇને હાલમાં ગ્રામ્ય વિસ્તારની 60 ટ્રીપો રદ કરી દેતા ગ્રામ્ય વિસ્તારની પ્રજાને પેટલાદ આવવા માટે ખાનગી વાહનોનો આસરો લેવો પડતો હોવાથી રોષે ભરાયા છે. જયારે પેટલાદ ડેપોના ત્રણેય યુનિયનના પ્રતિનિધિઓએ એક સંકલન સમિતિ દ્વારા વિભાગીય નિયામક નડીઆદ, જિલ્લા કલેકટર આણંદ અને વાહનવ્યવહાર નિગમ અમદાવાદ,આરોગ્ય વિભાગ અને પેટલાદ-સોજીત્રા ધારાસભ્ય તેમજ જિલ્લા ભાજપ પ્રમુખને લેખિત રજૂઆત કરીને માંગણી નહીં સંતોષાય તો ત્રણેય યુનિયનના પ્રતિનિધિઓએ ડેપો ખાતે ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.પેટલાદ ડેપોમાં હાલમાં 7 થી 8 જેટલી બસોની બેટરી ઉતરી જતી હોવાથી દરરોજ સવારે ધક્કામારીન ેચાલુ કરવી પડે છે. આખો દિવસ બસો ચાલુ રાખવી પડે છે.તેના કારણે ડીઝલ વ્યય થઇ રહ્યો છે.તેમજ બસ ચાલુ રહેતી હોવાથી અકસ્માત થવાનો ભય રહે છે. તેમજ દિવાળી પર ચાલુ કરાયેલી એકસ્ટ્રા બસો હજુ પણ ચાલુ રાખવામાં આવી છે.
જેના કારણે ગ્રામ્ય વિસ્તારના રૂટો રદ કર્યા છે. તેના કારણે ગ્રામ્ય વિસ્તારની પ્રજા પરેશાન થઇ રહી છે. આ ઉપરાંત બસ સ્ટેશનની પાછળના ભાગે મોટા પ્રમાણમાં ગંદકીના ઢગલા ખડકાયેલા છે. તેમ છતાં પેટલાદ ડેપો મેનેજરે મનમાની કરીને છેલ્લા 7 દિવસથી સેનેટાઇઝ સહિતની કામગીરી બંધ કરી છે. જેને લઇને મંજૂર મહાજન,કર્મચારી મંડળ અને ભારતીય મજદૂર સંધના 963ના પ્રતિનિધિઓ મેનેજરની આપખુદી સામે લાલઘુમ થયા છે. જયારે કર્મચારી મંડળના એડીશનલ જી.એસ વાય.એ.વહોરાએ ડેપો મેનેજર સમક્ષ પ્રતિનિધિઓ સાથે રજૂઆત કરતાં યુનિયન લીડરોને ગમેતેમ જવાબો આપી મારી ફરિયાદ જયાં કરવી હોય ત્યાં કરજો તેમ કરી અપમાનીત કર્યા હતા.તેમ લેખિત જણાવ્યું છે.
વિભાગીય કચેરીની સુચના મુજબ કામગીરી કરી રહ્યો છું : ડેપો મેનેજર
આ અંગે ડેપો મેનેજર આર.પી.શ્રીમાળીને પુછતા તેઓએ જણાવ્યું હતું કે, વિભાગીય કચેરી દ્વારા ફોર્મ ચાર મુજબ સંચાલન કરવાનું જણાવતાં તે મુજબ કામગીરી થઇ રહી છે. હાલ ડેપોની આવક મારા આવ્યા પછી વધારી છે. જયારે ધક્કા ગાડીઓ અંગે પુછતા તેઓએ જણાવ્યું હતું કે આઠેક બસો સેલ્સ સ્ટાટ નથી. તે સ્વીકાર્યું હતું.જયારે જે ટ્રીપો બંધ કરાઇ છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.