તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રેનના ભાડામાં અસહ્ય વધારો:ડેમુ ટ્રેનને સ્પેશિયલમાં ફેરવીને ભાડું વધારાતા પેટલાદના મુસાફરોમાં રોષ

પેટલાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેટલાદ કોંગ્રેસે મુસાફરો સાથે મળી ભાડુ ઘટાડવાની માંગ સાથે આવેદન

પેટલાદ શહેર-તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય નિરંજન પટેલની આગેવાની હેઠળ વડોદરા ડી.આર.એમ કચેરીના અધિક્ષકને સંબોધીને લખેલા આવેદનપત્રને પેટલાદ રેલ્વે સ્ટેશન માસ્તરને આપી ડેમુ ટ્રેનના ભાડા ઘટાડવા માંગ કરાઈ હતી.

કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આણંદ-ખંભાત ડેમુ ટ્રેન ચરોતર વાસીઓની રોજગારી, નોકરી, વ્યવસાય, વેપાર-ધંધા તેમજ વિદ્યાર્થીઓ માટે જીવાદોરી સમાન છે. આ ટ્રેન કોરોના કાળમાં બંધ હોવાથી રોજીંદા મુસાફરોને અસહ્ય મોંઘવારી અને બેકારી વચ્ચે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડતી હતી.

હવે, ટ્રેન ચાલું થઈ ત્યારે મોંઘવારી અને બેકારી વચ્ચે પીસાતી પ્રજાના માથે ટ્રેનના ભાડામાં અસહ્ય વધારો કરી પ્રજાની મુશ્કેલીમાં વધારો કર્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષની માંગ છે કે પ્રજા હિતમાં આ ભાડા વધારો પાછો ખેંચવામાં નહીં આવે અને દૈનિક રૂટો વધારવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. તાલુકા કોંગ્રેસના પ્રમુખ સુરેશભાઈ પરમાર, શૈલેષ પટેલ (શેખડી), સહિત હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...