તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:બોરીયા મહિલા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મંજૂર, અવિશ્વાસની દરખાસ્ત સાત વિરૂદ્ધ બે મતે પસાર થઈ

પેટલાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

પેટલાદના બોરિયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત 7 વિરુદ્ધ બે મતે પસાર થતાં સરપંચ રીઝવાનાબાનું મહિડાએ સરપંચપદ છોડવું પડ્યું હતું. બોરીયા ગ્રામ પંચાયત વોર્ડ નં. 6ના સભ્ય રમણભાઈ ભીખાભાઈ રોહિતે આઠ સભ્યોની સહીથી મહિલા સરપંચ સામે જુદા-જુદા આક્ષેપો કરી અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. તે અંગે ગત ૧૦ ઓગસ્ટના રોજ બેઠક બોલાવાઈ હતી તે બેઠક સામે હાઇકોર્ટ દ્વારા મહિલા સરપંચે સ્ટે લાવતાં તંત્રએ બેઠક મુલત્વી રાખવાની ફરજ પડી હતી.

જ્યારે 8 સપ્ટે.ના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા તે અંગેનો ઓરલ ઓર્ડર ડિસમિસ કરતાં અવિશ્વાસ અંગેની બેઠક બોલાવવાનો માર્ગ મોકળો થયો હતો. તે અનુસાર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી એમ.જે.નાકીયાએ ૯ સપ્ટે.ના રોજ અવિશ્વાસ અંગેની દરખાસ્ત અંગે બેઠક બોલાવવાનો તલાટીને આદેશ કર્યો હતો. અને વિસ્તરણ અધિકારી ડી.પી.પ્રજાપતિને હાજર રહી અવિશ્વાસની સભાના નિરીક્ષણ અધિકારી તરીકે નિમ્યા હતા. અવિશ્વાસ દરખાસ્તની તરફેણમાં 9 પૈકી 7 મત મળ્યા હતા. બેઠક પૂર્વે ઉપસરપંચ દિનેશ ઠાકોરને જીલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કરતાં તેઓ હાજર રહી શક્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...