તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:પેટલાદ નગરપાલિકાનું નવું ભવન 235 લાખના ખર્ચે તૈયાર

પેટલાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જી.પ્રભારીમંત્રી ને ઈ-લોકાર્પણ કરવા પત્ર દ્વારા જાણ કરાઈ

પેટલાદ ખાતે નગરપાલિકાનું નવા ભવનનું નિર્માણ રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂા.235 લાખના ખર્ચે તૈયાર થઈ ગયેલ છે. નવા ભવનના કોન્ટ્રાક્ટર દ્વારા તમામ કામગીરી આટોપી લેવાતા નગરપાલિકાના સત્તાધિશો દ્વારા જીલ્લા પ્રભારીમંત્રી જયન્દ્રથ સિંહ પરમારને ઈ-લોકાર્પણ કરવા પત્ર દ્વારા જાણ કરાઈ છે.પેટલાદ નગર પાલિકા 1946 થી કાર્યરત છે. પાલિકાનું જૂનું બિલ્ડીંગ 1968 માં તૈયાર કરાયું હતું. જેનું લોકાર્પણ 1લી ઓક્ટોમ્બર 1968ના રોજ પેટલાદના પૂર્વ ધારાસભ્ય સ્વ.અનવરબેગ મિરઝાના હસ્તે કરાયું હતું.

સરકાર દ્વારા 30 વર્ષ કરતા જૂની બિલ્ડીંગ ધરાવતી નગરપાલિકાઓને નવા બિલ્ડીંગ બનાવવા માટે ગ્રાન્ટ ફાળવવાનો હુકમ કરાયો હતો.જે અંતર્ગત પેટલાદ નગર પાલિકા રૂપિયા બે કરોડની ગ્રાન્ટ પ્રાપ્ત થઈ હતી. કામ ચાલું કરાયા બાદ કોરોનાની મહામારીને કારણે લાંબા સમય સુધી કામ સ્થગિત રહ્યું હતું. ત્યારે કામ પૂર્ણ થતાં અંદાજે રૂા.235 લાખના ખર્ચે તૈયાર થયું છે.આ અંગે વર્તમાન નગર પાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ જણાવ્યું હતું કે, પાલિકા ભવન તૈયાર થઈ ગયું છે.અમે જીલ્લા પ્રભારીમંત્રીને અઠવાડિયા અગાઉ પત્ર દ્વારા ઉદ્ઘાટન કરવાની તારીખ અને સમય માગ્યો છે. જે પ્રત્યુતર આવ્યેથી વહેલી તકે નવિન સંકુલમાં સ્થળાંતર કરી દઈશું.

અન્ય સમાચારો પણ છે...