તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

APMCની ચૂંટણી:પેટલાદAPMCની ચૂંટણીમાં 16 બેઠકો માટે 19 ફોર્મ ભરાયા

પેટલાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂત-વેપારી વિભાગમાંથી બિનહરીફ થવાના સંકેત

પેટલાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આગામી દિવસોમાં યોજાનાર ચૂંટણી સંદર્ભમાં પેટલાદ એપીએમસી ખાતે જીલ્લા રજીસ્ટ્રાર અને ચૂંટણી અધિકારી અવની વોરાને એપીએમસીના વર્તમાન ચેરમેન અને પ્રદેશ ભાજપ સહકારીતા સેલના સભ્ય તેજશ પટેલની આગેવાનીમાં ખેડૂત, વેપારી અને ખરીદ વેચાણ મંડળી વિભાગની કુલ 16 બેઠકો માટે ફોર્મ ભરવાના પ્રથમ અને અંતિમ દિવસે 19 ફોર્મ સુપરત કરાયા હતા.

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પેટલાદની સામાન્ય ચૂંટણી 2021 અન્વયે 25મી જુલાઈ 2021 ના રોજ જાહેરનામું બહાર પડતા જ સહકારી ક્ષેત્રમાં હલચલ જોવા મળી હતી. એપીએમસીની ચૂંટણી કુલ 16 બેઠકો માટે યોજાશે. જેમાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 12 ફોર્મ, વેપારી વિભાગની 4 બેઠકો માટે 5 ફોર્મ જ્યારે ખરીદ વેચાણ મંડળી વિભાગની 2 બેઠકો માટે માત્ર બે જ ફોર્મ ભરાયા છે.

આમ, 16 બેઠકો માટે કુલ 19 ફોર્મ ભરાયા છે જેમાં ખરીદ વેચાણ મંડળી વિભાગમાં 2 બેઠકો સામે માત્ર બે જ ફોર્મ ભરાતા તે અત્યારથી જ બિનહરીફ થઈ હોય તેવું સ્પષ્ટ દેખાય છે. નિયુક્તિ પત્રો આપવાની અંતિમ તારીખ 25મી ઓગસ્ટ 2021ના રોજ વર્તમાન ચેરમેન અને પ્રદેશ ભાજપ સહકારીતા સેલના સભ્ય તેજશ પટેલ તથા વર્તમાન વાઈસ ચેરમેન ભરતભાઈ પટેલની ઉપસ્થિતિમાં ફોર્મ જમા કરાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...