ચીમકી:પડતર માંગણી નહીં સંતોષાય તો આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે

પેટલાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તલાટી મંત્રી સંવર્ગના પડતર પ્રશ્નો અંગે સરકારે 2018માં આપેલ બાંહેધરીનું સતત 3 વર્ષથી રજૂઆત છતાં નિકાલ નહીં થતાં ગુજરાતના તમામ તલાટી મંત્રીઓ દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો યોજવાની જાહેરાત સાથે પેટલાદ તાલુકાના તલાટી મંડળ દ્વારા ધારાસભ્ય નિરંજનભાઈ પટેલ અને તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ પટેલને આવેદન આપી ન્યાયની માંગણી કરી છે.

આવેદનપત્રમાં જણાવ્યું છે કે સને 2004/૦5ની ભરતીના તલાટી મંત્રીઓને સળંગ નોકરી ગણવા બાબત,તા. 01/01/2016 બાદ મળવા પાત્ર પ્રથમ / દ્રિતીય પગાર ધોરણ મંજૂર કરવા બાબત,તલાટી કમ મંત્રીને વિ. અધિકારી સહકાર તથા વિ. અધિકારી આંકડામાં પ્રમોશન આપવા બાબત, રેવન્યુ(મહેસૂલ) તલાટીને પંચાયત તલાટી મંત્રીમાં મર્જ કરવા બાબત સને 2006માં ભરતી થયેલ તલાટી મંત્રીને સળંગ નોકરી ગણવા બાબત,E-TAS કે અન્ય ઉપકરણથી તલાટી મંત્રીની ફરજ પરની હાજરી પૂરવાનો નિર્ણય રદ કરવા બાબત,આંતર જિલ્લા ફેરબદલી બાબત,પંચાયત વિભાગ સિવાયની અન્ય વિભાગની વધારાની કામગીરી તલાટી મંત્રીને ન સોંપવા બાબત,તલાટી મંત્રીઓની ફરજ મોકૂફી બાબત, તલાટી મંત્રીઓ પર ફરજ દરમિયાન થતાં હુમલાઓ બાબત,તલાટી મંત્રીનું નવું મહેકમ મંજૂર કરી ‘એક ગામ એક તલાટીમંત્રી’ની નિમણુંક કરવા જેવી વિગેરે બાબતોએ રજૂઆત કરાઈ છે જો આ માંગણીઓ વહેલી તકે પૂર્ણ કરવામાં નહિ આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...