તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:પેટલાદ શહેરમાં તમાકુના વેપારીના ઘરમાંથી વિદેશી દારૂ-બિયર ઝડપાયો

પેટલાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 24 હજારનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે વેપારીની ધરપકડ કરી

પેટલાદ શહેરના સાંઈનાથ રોડ પર રહેતા તમાકુના વેપારી અને ફડચામાં ગયેલી કો ઓપરેટીવ બેન્કના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટરના ઘરમાંથી પેટલાદ શહેર પોલીસે સોમવારે મોડી સાંજે વિદેશી દારૂની મોંઘી બોટલ-બિયર કબ્જે લીધા હતા. પેટલાદ શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ ધનજીભાઈને બાતમી મળી હતી કે, સાંઈનાથ રોડ પર આવેલા કૃષ્ણનગર સોસાયટીના મકાન નંબર 13માં રહેતા નયનભાઈ કિરીટભાઈ દલાલે તેમના મકાનમાં વિદેશી દારૂની બોટલ રાખી છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસની ટીમે તેમના ઘરે દરોડો પાડ્યો હતો. જેમાં તેમના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી.

જેમાં અલગ-અલગ કંપનીના સ્કોચ અને વ્હીસકી નંગ મળી ચાર અને ત્રણ બિયર મળી કુલ સાત બોટલ મળી આવી હતી. પોલીસે તેની પાસેથી પરમીટ અંગે પૂછપરછ કરતાં તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. જેને પગલે પોલીસે તેમની રૂપિયા 24700ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. હાલમાં તેમને કોવિડ ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસને પ્રાથમિક પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે, તેમનો પુત્ર વિદેશમાં રહે છે અને તેને જે પરમીટ મળે તે પરમીટ પર તેઓ વિદેશી દારૂ લાવ્યા હતા. તેમની પાસે દારૂનો પરવાનો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો