બિસ્માર માર્ગો:પેટલાદ શહેરના બિસ્માર માર્ગોથી વાહનચાલકોમાં અકસ્માતનો ભય

પેટલાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પેટલાદમાં માર્ગો ધોવાઇ જતાં વાહનચાલકો પરેશાન થઇ રહ્યાં છે. - Divya Bhaskar
પેટલાદમાં માર્ગો ધોવાઇ જતાં વાહનચાલકો પરેશાન થઇ રહ્યાં છે.
  • કપચી ઉડતી હોય ગંભીર અકસ્માતની ભીતિ અને રસ્તે પાકા ડામર રોડનું નામોનિશાન રહ્યું નથી

પેટલાદમાં ખખડધજ રસ્તાઓના કારણે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. આ માર્ગો એકદમ બિસ્માર અને ભંગાર હાલતમાં ફેરવાઈ ગયા છે. રોડનું ક્યાંય નામોનિશાન દેખાતું નથી. મોટાં મોટાં ખાડાઓ પડી ગયા છે અને ડામરની કપચી ઉખડીને ઢગલા સ્વરૂપે રોડની બંને બાજુ પાળા થઈ ગયા છે. રોડ સંપૂર્ણ પણે ઉખડી ગયો હોવાથી ધૂળની ડમરીઓ ઉડે છે.

કપચી ટાયર નીચેથી ઉડતી હોવાથી તે ઈજા પહોંચાડે છે અને જોખમરૂપ સાબિત થાય છે. આવી વિકટ પરિસ્થિતિમાં નગરપાલિકાના નવાસવા વરાયેલા સત્તાધીશો પ્રજાની વેદનાને સમજીને ખખડધજ માર્ગોનું સમારકામ કરી શહેરની ગંભીર પરિસ્થિતિ સમજીને તેનો ઉકેલ લાવે તે જરૂરી છે.

પેટલાદ શહેરના મુખ્યત્વે રોડ જેમાં કોલેજ ચોકડીથી રણછોડજી મંદિર તરફ આવતા જતા બંને માર્ગોની હાલત વાહનચાલકો અને રાહદારીઓ માટે ભારે દુઃખ દાયક બની છે. જેમાં સૌથી ખરાબ અને ખખડધજ રોડ નવજીવન અને તપન હોસ્પિટલ પાસેના માર્ગનું સમાવેશ થાય છે. તેનાથી આગળ જતાં સરદાર પટેલ સુપર માર્કેટ પાસે પણ આવી જ પરિસ્થિતિ છે તેમજ શહેરના ખોડીયાર ડ્રેનેજ કુવાથી તાઈવાડા, અરજન ફળીયા થઈ કલાલ પીપળ તરફ જતો માર્ગ અતિ બિસ્માર ખાડા ટેકરા તેમજ ડિસ્કો રોડ બન્યો હોય તેવું દેખાઈ રહ્યું છે.

આ ઉપરાંત શહેરના અન્ય માર્ગોની હાલત કફોડી બની છે. નગરજનોની માંગ છે કે પાલિકાના શાસકો દ્વારા વહેલી તકે આવા માર્ગોની મરામત થાય તો પ્રજાને અને વાહનચાલકોને કામચલાઉ રાહત મળે તે બાબતની કામગીરી કરવામાં આવે તે જરૂરી છે. શું પાલિકાના વહિવટદારો અને ચીફ ઓફિસર કે બાંધકામ વિભાગ આ તરફ ધ્યાન આપશે ખરાં..?

અન્ય સમાચારો પણ છે...