ઉજવણી:હરિપ્રસાદ સ્વામીના પ્રાગટ્ય દિને ગુરુભક્તિ મહોત્સવની ઉજવણી

પેટલાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભગવાન ધરતી પર કોઈ વિશેષ કાર્યને પૂર્ણ કરવા પધારે છે

વૈશાખ સુદ દશમ ના દિવસ પૂર્ણ પુરસોતમ નારાયણ હરિપ્રસાદ સ્વામી મહારાજ જન્મજ્યંતિ ની ઉજવણીમાં પ્રાગટ્ય ગુરુ હરિપ્રસાદ સ્વામીજીના આધ્યાત્મિક વારસદાર એવા પ્રબોધ સ્વામીજીની પ્રેરક ઉપસ્થિતમાં યોજાયો હતો. આ પ્રાસંગ નિમિતે હરિપ્રસાદ સ્વામીના આદ્યાત્મિક વારસદાર પ્રબોધજીવન સ્વામીજીએ મોટીસંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ બહેનોને આશિર્વચન પાઠવ્યા હતા અને હરિપ્રસાદ સ્વામીજીની જન્મ જ્યંતીની ઉજવણી કરાઇ હતી.

ભગવાન ધરતી પર પધારે છે ત્યારે કોઈ વિશેષ કાર્યને પૂર્ણ કરવા પધારે છે. ભગવાન સ્વામિનારાયણ અને ગુરૂહરિ પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજી મહારાજ પણ આ ધરતી પર પધાર્યા -સુહૃદભાવ અને આત્મીયતા” ને જીવોનાં હૃદય મંદિરમાં પ્રસ્થાપિત કરવા માટે ગુરૂહરિ સ્વામિશ્રીએ પોતાનું સમગ્ર જીવન ન્યોછાવર કરી દીધું.

સંતવર્ય પૂ. હરિશરણ સ્વામિએ પણ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે જેમ અર્જૂનનાં સારથી શ્રીકૃષ્ણ એમ ગુરૂહરિ સ્વામિએ પોતાની આધ્યાત્મિકતાનાં સાચાં અનુગામી પ્રગટ ગુરૂહરિ પ.પૂ. પ્રબોધ સ્વામિજી મહારાજને આપણાં જીવનનાં સારથી બનાવ્યા છે એટલે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. અંતમાં નિમિત્ત બનાવી પ્રભુ તરફની યાત્રા કરવાની શાબ્દિક પ્રાર્થના કરી.

અન્ય સમાચારો પણ છે...