તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી:પેટલાદની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ભાજપની પેનલ બિનહરીફ

પેટલાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂત વિભાગમાં 2-વેપારી વિભાગમાં 1 ફોર્મ પરત ખેંચાયું

પેટલાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય ચૂંટણી માટે ઉમદેવારી પરત ખંેચવાના અંતિમ દિવસે ખેડૂત વિભાગમાંથી 2 અને વેપારી વિભાગમાંથી 1 ફોર્મ પરત ખેંચાયું હતું.જેથી ખેડૂત વિભાગ અને વેપારી વિભાગમાં ભાજપની પેનલનો વિજય થયો છે. પેટલાદ એપીએમસીમાં ખેડૂત વિભાગમાં 10 બેઠકો માટે 12 ફોર્મ ભરાયા હતા. જેમાંથી બે ફોર્મ પરત ખેંચાયા હતા.

જેથી ખેડૂત વિભાગમાં રાકેશભાઇ અરવિંદભાઇ પટેલ, અશોકભાઇ મગનભાઇ પટેલ, નગીનભાઇ રામભાઇ પટેલ, રમેશભાઇ વલ્લવભાઇ પટેલ, રમેશભાઇ છોટાભાઇ પટેલ, અરવિંદભાઇ ભીખાભાઇ પટેલ, ઘનશ્યામભાઇ કનુભાઇ પટેલ,મહેન્દ્રભાઇ રણછોડભાઇ પટેલ, તુષારભાઇ બાબુભાઇ પટેલ અને જયંતિભાઇ રાયસંગભાઇ સોલંકી બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા હતા. વેપારી વિભાગની 4 ની મંડળી સામે 5 ફોર્મ ભરાયા હતા.

જે પૈકી 1 ફોર્મ પરત ખેંચાતા નૈનેશભાઇ સૂર્યકાન્તભાઇ પટેલ, અમિતકુમાર શાંતિલાલ પટેલ, કેયુરભાઇ યોગેશભાઈ પટેલ અને ભરતભાઇ રમણભાઇ પટેલ તથા વેચાણ વિભાગમાં તેજસ કુમાર બીપીનચંદ્ર પટેલ અને કંદર્પભાઇ બીપીનચંદ્ર પટેલ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા હતા.છેલ્લી બે ટીમથી પેટલાદ એપીએમસીનું સુકાન તેજસ પટેલ સંભાળી રહ્યાં છે.

તેઓ બજાર સમિતિના વિકાસ માટે સતત કાર્યરત રહી બજાર સમિતિ પેટ લાદ અને તાલુકાના ખેડૂતોના વિકાસ માટે અનેક વિકાસકાર્યો હાથ ધર્યા છે. નવીન શાકમાર્કેટ તથા ખેડૂત સહાયતા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. હવે સરકારની આવનાર સમયમાં એગ્રીકલ્ચર ઇન્ફાસ્ટ્રકચરની પોલીસી હોય કે ધરતીપુત્રોની આવક બમણી થાય ખેડૂતોને શોષણ ન થાય અને ખેડૂત પોતે પગભર બને તે દિશામાં ઉચ્ચ કામગીરીનું બીડું હાથ ધરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...