ચૂંટણી:પાલિકાની 1 બેઠક માટે ચતુષ્કોણીય જંગ ખેલાશે, છેલ્લા દિવસે 6 ફોર્મ ભરાયા

પેટલાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

પેટલાદ પાલિકાના વોર્ડ નં1ની પેટા ચૂંટણી યોજવાની જાહેરાત થતાં જ ફુલગુલાબી ઠંડીમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. આ વોર્ડની સામાન્ય બેઠક ઉપર જીતેલા ભાજપના સભ્યનું અવસાન થવાને કારણે બેઠક ખાલી પડી હતી. ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધી કુલ 8 ફોર્મ ભરાયા છે જેમાં ભાજપ, આપ, કોંગ્રેસ સાથે અપક્ષોએ પણ ઝંપલાવ્યું છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ભાજપ પોતાની આ બેઠક જાળવી રાખે છે કે અન્ય પક્ષ કે અપક્ષના ફાળે જાય છે?

પેટલાદ પાલિકાની સામાન્ય ચૂંટણી ગત ફેબ્રુઆરી2021માં યોજાઈ હતી. આ ચૂંટણી પેટલાદ નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠક માટે યોજાઈ હતી. જેમાંથી ભાજપને 22 બેઠકો મળતાં પાલિકામાં સત્તા મેળવી હતી. બીજી તરફ બીજા નંબર ઉપર આમ આદમી પાર્ટીને 5 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસનો સાવ કંગાળ દેખાવ થતાં માત્ર 3 બેઠકોમાં સમેટાઈ ગઈ હતી. નોંધનીય બાબત એ છે કે ગત સામાન્ય ચૂંટણીમાં અપક્ષના ફાળે 6 બેઠકો ગઈ હતી. આ પરિણામના આધારે પાલિકામાં પ્રમુખ તરીકે ગીતાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે ગોવિંદભાઈ તળપદાએ સત્તાનું સુકાન સંભાળ્યું હતું ત્યારે પાલિકાના ઉપપ્રમુખ ગોવિંદભાઈ તળપદાનું અચાનક અવસાન થતાં આ વોર્ડની બેઠક ખાલી પડી હતી. આ બેઠક ખાલી પડતાં તાજેતરમાં ચૂંટણી આયોગ દ્વારા પેટા ચૂંટણી યોજવા પેટલાદ પ્રાંત અધિકારીને આદેશ કરાતા પેટલાદ પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી મનિષાબેન બ્રહ્મભટ્ટે જાહેરનામું પ્રસિદ્ધ કરતાં પેટા ચૂંટણીનું રણશિંગુ ફુંકાયું હતું.

અન્ય સમાચારો પણ છે...