અકસ્માત:ઇસરામામાં રોડની બાજુમાં રમતા 4 વર્ષના બાળકનું અજાણ્યા વાહનની ટકકરથી મોત

પેટલાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હીટ એન્ડ રન કેસના ફરાર આરોપીની સીસીટીવી ફૂટેજના આધારે તપાસ

પેટલાદમાં ઈસરામા રોડ ઉપર આશાપુરા રેસીડેન્સી પાસે ગત રાત્રીના સવા આઠ વાગ્યાના સુમારે પુરપાટ ઝડપે જતાં અજાણ્યા વાહનની ટક્કરે 4વર્ષના બાળકનું મોત નીપજતાં આ બનાવ અંગે પેટલાદ ટાઉન પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પેટલાદ શહેરના આશાપુરી રોડ પાસે રહેતાં રમેશભાઈ વાઘરીનો ચાર વર્ષીય પુત્ર સાહીલ ગત રાત્રીના સવા આઠ વાગ્યાના સુમારે પોતાના ઘર પાસે રમી રહ્યો હતો. ત્યારે પુરપાટ ઝડપે જતી સફેદ કલરની કારના ચાલકે સાહીલને ટક્કર મારી કાર લઈ ફરાર થઈ જતા ગંભીર પણે ઘવાયેલા સાહીલનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

આ ઘટનાને લઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ બનાવ અંગે પેટલાદ ટાઉન પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતક બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને આ બનાવ અંગે રમેશભાઈ રાવજીભાઈ વાઘરીની ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી શનિવાર સવારે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ તેઓના પરિવારજનોને સુપ્રત કર્યો હતો. જેની તપાસ પોસઈ ડી.એચ.મકવાણા કરી રહ્યા છે.પોલીસે હાલ તો સીસીફુટેજના આધારે વાહનચાલકને ઝડપી પાડવા માટે ઇસરામા માર્ગ પર આવેલી દુકાનોના ફુટેજ ચેક કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...