સર્વાનુમતે મંજૂરી:પેટલાદ પાલિકાની સામાન્ય સભામાં 2 કરોડના વિકાસ કામો મંજૂર કરાયા

પેટલાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય સભામાં વિપક્ષના 14 પૈકી માત્ર 3 નગરસેવક જ ઉપસ્થિત રહ્યાં

પેટલાદ પાલિકાની સામાન્ય સભા સાંજે 5:00 કલાકે મળી હતી. ગત સામાન્ય સભાના પ્રોસિડીંગને બહાલી આપ્યા બાદ કારોબારી સમિતિની ભલામણ સહ પાલિકાનો વાર્ષિક હિસાબો, કાંસની સફાઈ કરવાનું કામ, ટાવરના આગળના ભાગે કમ્પાઉન્ડ વોલ બનાવાનું કામ, સ્વચ્છ ભારત મિશન 2.0ના અમલીકરણ માટે સરકારની ગાઈડ લાઈન મુજબ એમઓયુ કરવાનું કામ, પાલિકા હદ વિસ્તારમાં ચતુઃવર્ષીય આકારણી કરવાનું કામ, જેવાં વિવિધ વિકાસના અને વહીવટી કામો સર્વાનુમતે મંજૂર કરાયા હતા.

આ ઉપરાંત યુ.ડી.પી. -88ની 2009 થી 2013 ના વર્ષોની બચત રહેતી ગ્રાન્ટમાંથી વિકાસના કામો નક્કી કરવા પ્રમુખ અને ચિફ ઓફિસરને સત્તા આપતો ઠરાવ તેમજ યુ.ડી.પી. - 88 હેઠળની રૂ. 1.50 કરોડની સરકાર દ્વારા ફાળવાયેલ ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસ કામો જેમાં પ્રમુખ સોસાયટીની બાજુમાંથી પસાર થતાં કાંસને સ્ટોન વોટર ડ્રેઈન કરવાનું કામ, બોડીકુવા વિસ્તારમાં સી.સી. રોડ બનાવવાનું કામ, સ્વામિ સચ્ચિદાનંદ ટાઉનશીપ સામેનો ટી.પી. રોડ સી.સી. કરવાનું કામ, તરવાડી પાડીની બાજુમાં આવેલ નાગરિક બેન્કનાં ખાંચામાં સી.સી. કરવાનું કામ, વસંદાકુઈમાં બાકી રહેલ ભાગમાં સી.સી. કરવાનું કામ, સચિન સોસાયટીથી હરિહર સોસાયટી તરફનો ટી.પી. રોડ પહોળાઈ સાથે રીસર્ફેસીંગ કરવાનું કામ તેમજ સિનિયર સીટીઝન પાર્કને જરૂરી સુવિધાયુક્ત બનાવવાના કામોને મંજૂર કરાયા હતા. આ સામાન્ય સભામાં પ્રમુખસ્થાનેથી ચાર કામો લેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...