તસ્કરી:લગ્નમાં આવેલા વેપારીની કારમાંથી 13 હજારની ચોરી

પેટલાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

પેટલાદ તાલુકાના ધર્મજમાં લગ્નપ્રસંગમાં હાજરી આપવા આવેલા અમદાવાદના વેપારીની કારનો કાચ તોડી તેમાંથી રોકડા રૂપિયા 13 હજાર અને કપડાં સહિતનો સામાન ચોરી થતાં સમગ્ર મામલો પેટલાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.મૂળ અમદાવાદના અને ધર્મજ ખાતે સાસરી ધરાવતાં 52 વર્ષીય વેપારી દિપેશભાઈ કાળીદાસભાઈ પટેલ ગત ચોથી જાન્યુઆરીના રોજ તેમના સંબંધીને ત્યાં લગ્નપ્રસંગ હોય તેમાં હાજરી આપવા માટે પરિવાર સાથે કાર લઈને આવ્યા હતા. દરમિયાન, તેઓએ ધર્મજ સ્થિત જલારામ મંદિર પાસે જમણવાર હોય મંદિર બહાર પાર્કિંગમાં તેમણે તેમની કાર પાર્ક કરી હતી.

બે કલાક બાદ તેઓ પરત આવ્યા હતા. એ સમયે તેમની જમણી સાઈડનો પાછળનો કારનો કાચ તૂટેલી હાલતમાં જોતાં જ તેઓ ચોંકી ઉઠ્યા હતા. તેમણે તપાસ હાથ ધરતાં કારમાં મૂકેલી કપડાંનું પર્સ તથા રોકડ રૂપિયા 13 હજારની રકમ ભરેલું પર્સ ચોરાઈ ગયું હોવાનું માલૂમ પડ્યું હતું. આ મામલે તેમણે પેટલાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...