24 વર્ષેથી ફરાર લૂંટારું ઝડપાયો:અઢી દાયકાથી ધાડ, લૂંટ અને ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝબ્બે

આણંદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદના લાંભવેલ ગામમાં 1998માં થયેલી ચોરી તથા વઘાસી રોડ પર બંગલામાં લૂંટ ચલાવનાર રીઢો ગુનેગાર આખરે અઢી દાયકા બાદ પોલીસના હાથમાં આવ્યો છે. આ શખસ છેલ્લા અઢી દાયકાથી પોલીસને હાથ તાળી આપી ભાગતો ફરતો હતો.

આણંદનાં લાભવેલ ગામના બોરીયાવી રોડ પર આવેલી નેશનલ રિસર્ચ સેન્ટરની ઓફિસનું તાળું તોડી ઓફિસમાં રહેલી તિજોરીનો કબાટ તોડી ચોરી કરવાની કોશિશ કરનારો તેમજ આણંદ તાલુકાના વઘાસી રોડ ઉપર આવેલા શાંતિલાલ શંકરભાઈ ખત્રીના બંગલામાં 28મી જુલાઇ, 1998ના રોજ ઘુસી શાંતિલાલ તથા અન્યનો ઉપર લાકડા દંડાથી હુમલો કરી સોનાના દાગીના કિંમત રૂ.14 હજારની લૂંટનો બનાવ બન્યો હતો. આ અંગે પોલીસે તપાસ હાથ ધરતા આ કેસમાં મહીજીભાઈ ઉર્ફે મોહન કાળીયા ભુરીયા (રહે.મહેદીખેડા, પંચાયત ફળિયુ તાલુકો જીલ્લો જાંબુવા, મધ્યપ્રદેશ)ની સંડોવણી ખુલી હતી. જોકે, તે છેલ્લા 24 વર્ષથી ભાગતો ફરતો હતો. આખરે પોલીસે તેના ઘરે જાંબુઆ મધ્યપ્રદેશ પહોંચી પકડી પાડ્યો હતો. હાલ આણંદ ગ્રામ્ય પોલીસ મથકે તેની પુછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...