તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઐયાશીની મહેફિલ ઝડપાઈ:યુટ્યુબ ચેનલની એજન્સી માટે આવેલ યુવકો ફાર્મ હાઉસમાં શરાબ, શબાબ અને કબાબની મહેફીલ માણતા ઝડપાયા

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવકોની ઐયાશી માટે બોલવાયેલ 3 ડાન્સર યુવતી પણ પોલીસ સકંજામાં

આંકલાવ નજીકના ફાર્મ હાઉસ ઐયાશીના અડ્ડા અને મોજ શોખ મહેફિલોના શોખીનોના સ્વર્ગ જેવા બની રહ્યાં છે. શનિ રવિમાં અહીં માલેતુજારો અને તેમના મહેમાનો, મિત્રો સહિત મોજ, શોખ અને થાક ઉતારવા અહીં સહેલીઓ અને નશાની બોટલો લઈ આવતા હોવાની વિગતો જગ જાહેર છે. અહીંથી વડોદરા ગણતરીના મિનિટોમાં પહોંચી શકાય તેવુ હોઈ વડોદરા પોલીસની કડકાઈ વધુ હોઈ અનેક માલેતુજારોએ અહીં ફાર્મહાઉસ નિર્માણ કરેલ છે. વડોદરાના રહીશ અને જાણીતી યુટ્યુબ ચેનલના વિપુલ અગ્રવાલના રોયલ ફાર્મ ઉપર પોલીસે દરોડો પાડતા પરપ્રાંતીય યુવકો સાથે હાથમાં જામ લઈ ડાન્સ કરતી સ્થાનિક યુવતીઓ પણ આ ઐયાશીની મહેફિલમાં ઝડપાઈ છે.

સ્થાનિક મહિલાઓ ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી

વડોદરાની નેશન ન્યૂઝ ચેનલ સાથે જોડાઇ પોતાના રાજ્ય વિસ્તારમાં ન્યૂઝ એજન્સી શરૂ કરવા આવેલા યુવકો માટે ઐયાશીની પાર્ટીનું આયોજન કરાયું હતું. આ બાબત પોલીસના કાને પહોંચતા જ પોલીસ મહેફિલ ઉપર ત્રાટકી હતી. આ દરોડામાં કાર, મોબાઇલ સહિત રૂ.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. વિદેશી દારૂની બોટલ, બિયરના સથવારે ડાન્સ પાર્ટી કરતા પરપ્રાંતીય યુવકો અને સ્થાનિક મહિલાઓ ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

આંકલાવ પોલીસે બાતમી આધારે દરોડો પાડી રોયલ ફાર્મ હાઉસમાં શરાબ, શબાબ અને કબાબની મહેફિલમાં ઐયાશી માણતાં 9 પરપ્રાંતિય અને 3 યુવતીને રંગેહાથ પકડી પાડ્યાં હતાં. આ કેસમાં પોલીસે કાર, મોબાઇલ સહિત કુલ રૂ.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં દિલ્હી, મધ્યપ્રદેશથી આવેલા આ યુવકો વડોદરાની નેશન ન્યૂઝ ચેનલની ન્યૂઝ એજન્સી લેવા આપવા આવ્યાં હતાં અને પોતાના વિસ્તારમાં ન્યૂઝ એજન્સી શરૂ કરવાનું આયોજન કરતાં હતાં.

મ્યુઝીક અને દારૂની સાથે પાર્ટી માણી રહેલા રંગેહાથ પકડાઇ ગયાં

આંકલાવ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, વડોદરાના વિપુલ અગ્રવાલના ફાર્મમાં આશરે દસેક માણસોએ ભેગા મળી ગેટ ટુ ગેધર પાર્ટીનું આયોજન કર્યું છે. આ પાર્ટીમાં ઇંગ્લીશ દારૂની મહેફીલ પણ રાખવામાં આવી છે. આ બાતમી આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી. કે. સોઢા સહિતની ટીમ તાત્કાલિક વિપુલ અગ્રવાલના રોયલ ફાર્મ હાઉસ પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં ફાર્મ હાઉસના મુખ્ય હોલમાં આઠથી દસ જણા મ્યુઝીક અને દારૂની સાથે પાર્ટી માણી રહેલા રંગેહાથ પકડાઇ ગયાં હતાં.

પોલીસે તમામને પકડી ઓળખવિધિ હાથ ધરી

ફાર્મ હાઉસના ખુલ્લા હોલમાં અચાનક દરોડો પાડતા દોડધામ મચી ગઈ હતી. પંરતુ પોલીસે તમામને પકડી ઓળખવિધિ હાથ ધરી હતી. પૂછપરછમાં તેઓ વિજયકુમાર રિબશકુમાર શર્મા (રહે. દિલ્હી), સમીર સુરેશપ્રસાદ તિવારી (રહે.મધ્યપ્રદેશ), પ્રમોદ શંકરલાલ રાજપુત (રહે.મધ્યપ્રદેશ), પરીતોષ સંતોષકુમાર વર્મા (રહે.મધ્યપ્રદેશ), શીશીર સુરેશપ્રસાદ તિવારી (રહે. મધ્યપ્રદેશ), રાજેશ સામંતભાઈ પઢીયાર (રહે. ચમારા ટેકરા, આંકલાવ), ખેમરાજ સુરજદીન સોની (રહે. ઓઢવ, અમદાવાદ), રાકેશ રવિકાન્ત સ્થાપક (રહે.નવી દિલ્હી), પુનમ અંબાલાલ સોલંકી (રહે. મોટી સંખ્યાડ, આંકલાવ) તથા અન્ય ચાર યુવતીમાં મહેફીલ માણતા હતાં. ફાર્મ હાઉસમાં તપાસ કરતાં વિદેશી દારૂની બોટલ, સોડા, પાણીની બોટલ મળી આવી હતી. આથી, પોલીસે કાર્યવાહી કરતાં તમામ સામે ગુનો નોંધી સ્થળ પરથી બે કાર અને એક બાઇક, મ્યુઝીક સિસ્ટમ, રોકડ મળી કુલ રૂ.20,03,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ડાંસ માટે અમદાવાદ અને વડોદરાથી યુવતી બોલાવવામાં આવી

આંકલાવ પોલીસે રોયલ ફાર્મ હાઉસમાંથી મહેફિલ માણતા પકડી પાડેલા 9 પરપ્રાંતિય અને 4 યુવતીને પકડી પાડ્યાં હતાં. આ યુવતી અંગે પૂછપરછ કરતાં તે બે વડોદરા અને બે અમદાવાદની હતી. આ યુવતીને ખાસ ડાન્સ માટે બોલાવવામાં આવી હતી.

બે ભાઇ દિલ્હીમાં પણ ન્યૂઝ ચેનલ ચલાવે છે

આંકલાવ પોલીસે મહેફિલ માણતા પકડી પાડેલા વ્યક્તિઓમાં બે લોકો દિલ્હીમાં ન્યૂઝ ચેનલ સાથે સંકળાયેલા છે. તેઓને વડોદરાની ન્યૂઝ ચેનલમાં પણ જોડાવવાની ઇચ્છા જાગી હતી. આથી, તેઓ વડોદરા ચેનલ સાથે જોઈન્ટઅપ થવા આવ્યાં હતાં. જેમાં તેઓની સરભરમાં આ ગેટ ટુ ગેધર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓ શરાબ, શબાબ સાથે રંગેહાથ પકડાઇ ગયાં હતાં.

ન્યુઝ એજન્સી ફ્રેન્ચાઇઝી માટે પાર્ટીનું આયોજન કરાયું હતુ
ન્યુઝ એજન્સીની ફ્રેન્ચાઇઝી માટે પાર્ટીની આયોજન કરવામાં આવ્યું હતી વડોદરા ખાતે રહેતા અને નેસન પ્લસ નામની ન્યુઝ ચેનલ ધરાવતા પત્રકાર વિજય અગ્રવાલે પોતના રોયલ ફાર્મહાઉસ પર પાર્ટીનું અયોજન રાખ્યું હતું દિલ્હીના પત્રકારની ઓળખ આપતા અને પર્શન ન્યુઝ ચેનલ સાથે સંકળાયેલા સમીર તિવારી અને શિશિર તિવારી નામના બે ભાઈઓને વડોદરા ન્યુઝ ફ્રેન્ચાઇઝી આપવા માટે બોલાવ્યા બાદ વાતચીત કર્યા બાદ સપ્રાઈજ પાર્ટીની આયોજન વીજય અગ્રવાલે રાખ્યું હતું.

મોનીકા શર્માનો સંપર્ક કરી બર્થડે પાર્ટીનું કહી ડાન્સ કરવા માટે યુવતીઓ બોલાવી હતી. અમદાવાદની 2 અને વડોદારાથી 2 યુવતીઓ આવી હતી.મોનીકા શર્માનએ 3 યુવતીઓના ડાન્સ માટે 12 હજાર નક્કી કર્યા હતા અને 5 હજાર જેટલા ડાન્સ કરતા સમયે ઉડવાવા માટે નક્કી કર્યું હતું.

રાત્રે ડીજેનો અવાજ આવતાં બાજુના રહિશોએ જાણ કરી
આંકવાલ પોલીસે હાલમાં રાત્રિના સમયે ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા લગ્ન અને બધા સહિતના કાર્યક્રમમાં ડિજી સાથે વરઘોડો નીકળ્યા છે. તેને અટકાવવા માટે આકલાંવ પોલીસે પેટ્રોલીંગ નીકળ્યા હતા. ત્યારે બાતમી મળી હતી કે મોટી સંખ્યાડના ફાર્મ હાઉસમાં ડિજે વાગી રહ્યું છે. તેવી બાતમી મળી હતી.તેના આધારે પોલીસ ફાર્મ હાઉસમાં તપાસ કરતાં દારૂની મહેફીલ સાથે ડાન્સ પાર્ટી ચાલતી હતી.જેથી પોલીસે 4 મહિલા સહિત 13 શખ્સોને ઝડપી પાડયા હતા.

આંકલાવના મોટીસંખ્યાડમાં કોલોની વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસમાં મોડી રાત્રે ડિજે વાગ્યું તું હતું.આ સમયે આંકલાવ પોલીસે પેટ્રોલીંગમાં નીકળી હતી.ત્યારે આજુબાજુ રહેતા રહીશ દ્વારા પોલીસે ફોન કરીને જણાવ્યું હતું કે ફાર્મ હાઉસમાં ડીજે જોરશોકથી વાગી રહ્યું છે.જેથી પોલીસે તાત્કાલિક ફાર્મ હાઉસમાં રેડ પાડીને તપાસ કરતાં 9 શખ્સો અને 4 મહિલાઓ ડિજે તાલે ડાન્સ પાર્ટી મનાવી રહ્યાં હતા.રાત્રિના 3-30 વાગ્યાના અરસામાં ડાન્સ પાર્ટી ચાર યુવતી ડાન્સ કરી હતી.તેમજ કેટલાંક શખ્સો દારૂની મહેફીલ માણતાં માણતા આનંદ લઇ રહ્યાં હતા.પોલીસે 13ને ઝડપી પાડયા હતા.

અન્ય સમાચારો પણ છે...