ખુશીના પ્રસંગમાં માતમ છવાયો:આણંદમાં ગણેશ વિસર્જન દરમિયાન ડૂબી જતાં યુવકનું મોત, બાકરોલનો યુવક ગણેશ વિસર્જન માટે જોળ નહેર સુધી આવ્યો હતો

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૃતકની લાશ ઘટનાસ્થળથી 5 કિલોમીટર દૂરથી મળી આવી

આણંદના જોળ ગામ પાસેથી પસાર થતી નહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. આ યુવકની લાશ ઘટના સ્થળથી પાંચ કિલોમીટર દુર વલાસણ ગામની નહેરમાંથી મળી હતી.

આણંદના બાકરોલ કોલોની પાસે આવેલી મોટી નહેરમાં મંગળવારના રોજી મોડી રાત્રે ગણેશ વિસર્જન દરમિયાન ધવલ જયંતિભાઈ રોહિત (ઉ.વ.21) ડૂબી ગયો હતો. જે અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં બુધવાર સવારે ફાયર ઓફિશર ધર્મેશ ગોરની સુચના મુજબ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ધવલની લાશ છેક વલાસણ ગામ પાસેથી મળી હતી. આ અંગે પોલીસને જાણ કરતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...