મારી નાંખવાની ધમકી:જોળમાં ડીજેના તાલે નાચતા મહેમાનો પર યુવકોનો હુમલો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ તાલુકાના જોળ ગામે ચારેક દિવસ પહેલા વરઘોડા દરમિયાન મહેમાનો અને સ્થાનિક યુવકો વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેમાં ચારેક શખસ લાકડી સાથે હુમલો કર્યો હતો. જેના પગલે નાસભાગ મચી ગઇ હતી. આ અંગે વિદ્યાનગર પોલીસે ચાર શખસ સામે ગુનો નોંધ્યો હતો.

જોળ ગામે રહેતા વર્ષાબહેન પરમારના પુત્ર જયેશના લગ્ન 15મી મેના રોજ ગોઠવવામાં આવ્યાં હતાં. જે નિમિત્તે 15મીના રોજ રાત્રે તખાપુરાથી જયેશના વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વરઘોડોમાં આશરે દોઢ સો જેટલા મહેમાનો ડીજેના તાલે નાસી રહ્યા હતા અને વરઘોડો આગળ નિકળી રહ્યો હતો. તે દરમિયાન ઇન્દીરાનગરી પાસે વરઘોડાના યુવક અને ઇન્દીરાનગરીના સુરેશ રાવજીભાઈના છોકરા સાથે હાથ - પગ અડકતા સામાન્ય બોલાચાલી થઇ હતી.

જોકે, જે તે સમયે જયેશના પિતા વિઠ્ઠલભાઈએ બાજી સંભાળી છુટા પડાવ્યાં હતાં. પરંતુ વરઘોડો દૂધ ડેરી પાસે પહોંચતા સુરેશ રાવજી, મુકેશ જશભાઈ, ભગા જશભાઈ, ભરત રમેશ પાછળ લાકડી, દંડા સાથે વરઘોડા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં છુટા હાથે મારામારી કરતા વરઘોડો વિખેરાઇ ગયો હતો. આ ઉપરાંત જયેશના પરિવારને મારી નાંખવાની ધમકી આપી હતી.

આ હુમલામાં મુકેશ છોટાભાઈ, સંજય છોટુભાઈ, રાજેશ ઉદેસિંગ, ભાવેશ સુરેશભાઈ પરમારને નાની - મોટી ઇજા પહોંચી હતી. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત મારામારીમાં જયેશના માતા વર્ષાબહેનના દાગીના, સોનાની ચેઇન તુટી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...