દુર્ઘટના:બોરસદની ક્રિશ્ના હોસ્પિ.માં કુલરના કરંટથી યુવાનનું મોત

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાજણાનો યુવક ટિફિન આપી પાણી લેવા જતાં ઘટના બની

ગાજણા ગામના જયદીપસિંહ મનુભાઇ પરમારની તબિયત બગડતા તેમને સારવાર માટે બોરસદની ક્રિશ્ના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારના રોજ સાંજના સમયે ગામમાંથી વિરલસિંહ મકવાણા (ઉ.વ.35) નામનો યુવક ટિફિન લઇને આવ્યો હતો. ત્યારબાદ જયદીપસિંહ માટે પાણી લાવવા માટે બોટલ લઇને હોસ્પિટલના કુલર પાસે ગયો હતો. કુલરમાંથી પાણી ભરવા માટે નળ પાસે બોટલ લઇ ગયો હતો. ત્યારે કુલરમાંથી કરંટ ઉતરતા જયદીપસિંહ ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે કરસમદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પરંતુ વિરલસિંહને સારવાર મળે તે પહેલા જ મોત નિપજયું હતું. જે બનાવની જાણ ગાજણા ગામના લોકો અને બોરસદના લોકોને થતા હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. એમજીવીસીએલ અને પોલીસને આ બનાવવાની જાણ કરાતા તેઓ પણ હોસ્પિટલ દોડી ગયા હતા. વીજ કર્મીઅે તપાસ કરતાં કુલરમાં વીજવાયરો છુટા હોવાથી કરંટ ઉતર્યો હોવાનું બહાર આવ્યું હતું. સૌથી દુઃખદ બાબત એ છે કે મૃત્યુ પામેલા વિરલસિંહ દોઢ વર્ષ અને ત્રણ વર્ષના બે બાળકોનો પિતા છે.

અન્ય સમાચારો પણ છે...