સાસરિયા સામે ફરિયાદ:'તું વાંઝણી છે તને બાળકો થતા નથી', કહી ઉમરેઠના સુરેલી ગામે પતિ સહિત સાસરિયાઓએ પરિણીતાને ઢોર માર માર્યો

આણંદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માનસિક ત્રાસ આપતાં પરિણીતાએ ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

ઉમરેઠ તાલુકાના સુરેલી ગામમાં પરિણીતાને પેટમાં દુખાવો ઉપડતાં પતિ અને સાસરીયાઓએ દવાખાને લઇ જવાની ના પાડી હતી. તેમજ પતિને સાસુ તથા જેઠાણીએ ચડવણી કરતાં પતિએ ગળદાપાટુનો માર મારી ગાળો ભાંડી તેમજ 'તું વાંઝણી છે તને બાળકો થતા નથી, તને દવાખાને લઇ જવાની નથી' તેમ કહી માથામાનો વાળ પકડી જમીન ઉપર ઢસેડી ગળદાપાટુનો માર માર્યો હતો. માનસિક ત્રાસ આપતાં પરિણીતાએ ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ઉમરેઠ તાલુકાના સુરેલી ગામે વાછળિયા વિસ્તારમાં રહેતા પરિણીતાના તા.18 મે 2013ના રોજ જ્ઞાતિના રીતરીવાજ મુજબ ઇરફાનખાન નાસીરખાન પઠાણ સાથે લગ્ન થયા હતા. ત્યારથી પરિણીતા પતિની સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. કુટુંબમાં જેઠને બે પુત્ર તથા એક પુત્રી એમ ત્રણ સંતાનો છે, જ્યારે પીડિત પરિણીતાને લગ્નને 9 વર્ષે પણ કોઈ જ સંતાન ન હોઈ આણંદ રીધમ હોસ્પિટલમાં સંતાન માટે દવા ચાલુ કરી હતી.

ગઈકાલે શનિવારના રોજ સવારના આશરે દશેક વાગ્યાના સુમારે પરિણીતાને પેટમાં દુખાવો થતો હોય તેણીએ સાસુ તથા જેઠાણીને જણાવ્યું કે મને પેટમાં દુખાવો થાય છે અને ગામના ડોક્ટર પાસેથી દવા લીધી જે દવાથી પણ સારુ નથી થયું. વળી બે મહીનાથી માસિક પણ નથી આવ્યાં અને પેડામાં પણ ખૂબ દુખાવો થાય છે.

આ સમયે ઉગ્ર થઈ સાસુ તથા જેઠાણીએ પરિણીતાની પીડાને ગણકાર્યા વિના ઘા કરતા શબ્દોમાં મ્હેંણુ માર્યું કે, આણંદ દવાખાને જવા માટે નાટક કરે છે, તેને ત્યાં ક્યાંય લઇ જવાની નથી. તેમ કહી તે બન્નેએ પરિણીતાને ગળદાપાટુનો માર માર્યો હતો.

ત્યારબાદ સાંજના સાડા છ વાગ્યાના સુમારે પરિણીતાના પતિ ઘરે આવતાં જ સાસુ તથા જેઠાણી પરિણીતાના પતિ ઇરફાનને પરિણીતા વિરુદ્ધ ચડવણી કરતાં હતા. ત્યારે જે ઘરમાં પરિણીતા આવતાં જ પતિએ ગમે તેમ ગંદી ગાળો બોલી ધમકાવી કે તારે ક્યાંય જવાનું નથી.. !જે બાબતે પીડાથી કણસતી પરિણીતાએ વળતો જવાબ આપતા પતિ તરફ ઉગ્ર થઈ કે, "મને દવાખાને ન લઇ જવી હોય તો હું મારા પિતાના ઘરે જવું" તેમ કહેતાં મારા પતિ તથા સાસુ અને જેઠાણી ભેગા થઇ પરિણીતાને વાળ પકડી ઢસડી ગળદાપાટુંનો માર માર્યો હતો.

બીજા દિવસે એટલે કે આજરોજ સવારના સમયે પરિણીતાને પેડામાં વધારે દુખાવો થતાં ફરીથી સાસુને વધારે દુખાવો થતો હોઈ દવાખાને જવું છું તેમ કહેતાં જ સાસુએ તથા જેઠાણીએ પરિણીતાના પતિ ઇરફાનખાન અને જેઠ સલીમખાનને ઘરે બોલાવ્યા હતા. તે બન્ને અતિશય ગુસ્સામાં આવી પરિણીતાને ગમે-તેમ ગાળો બોલી કહેવાં લાગેલ કે "તું વાંઝણી છે તને બાળકો થતાં નથી તને દવાખાને નથી લઇ જવાની" તેમ કહી પરિણીતાને મારવા લાગેલા અને પતિ તથા જેઠે પરિણીતાને માથાના વાળ પકડી નીચે પાડી ઢસડી અને જે બાદ જેઠે પેટના તથા છાતીના ભાગે જોર જોરથી લાતો વડે માર મારી ગાડીમાં નાખી પરિણીતાને તેના પિતાજીના ઘરે પિયરમાં મુકી પરત જતા રહ્યા હતા.

આ ઘટના બાદ પરિણીતા પેટમાં તથા છાતીના ભાગે માર મારેલો હોય જેથી દુખાવો વધુ થતો હતો. પરિણીતાએ મમ્મીને વાત કરતા તેણીના પિતા ખેતરમાંથી ઘરે આવ્યા અને ભાઇ સાથે સારવાર માટે હાલ ઉમરેઠ હોસ્પિટલમાં લાવી દાખલ કરી છે. જ્યાં સારવાર કરતાં ડોક્ટરે પરિણીતાને છાતીમાં અને શરીરે મુઢ માર મારેલો હોઈ જમણા ભાગે પાંસળી ભાંગી ગઇ હોવાનું જણાવ્યું છે. જેથી સાસરિયાઓના મ્હેંણા ટોણા અને અસહ્ય મારઝૂડથી ત્રાસી જઈ પરિણીતાએ પતિ ઇરફાનખાન, જેઠ સલીમખાન, જેઠાણી જસ્મીનબીબી તથા સાસુ રૂકશાનાબીબી વિરૂદ્ધ ઉમરેઠ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...