હરિયાળી ક્રાંતિ:આણંદ જિલ્લામાં આગામી ચોમાસામાં 6 લાખથી વધુ વૃક્ષો રોપવાનો વિશ્વ પર્યાવરણ દિને સંકલ્પ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 વર્ષમાં 8.05 લાખથી વધુ વૃક્ષના રોપણથી આણંદ હરિયાળીમાં રાજ્યમાં નંબર 1 પર, હેક્ટર દીઠ સૌથી વધુ વૃક્ષોમાં પણ અગ્રેસર
  • એક પણ જંગલ વગર રાજ્યમાં સૌથી વધુ વૃક્ષો આણંદમાં

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પર્યાવરણનું જતન કરવા આણંદવાસીઓએ એક અનોખો સંકલ્પ કર્યો છે. જેમાં પર્યાવરણ દિનની ઊજવણીને યાદગાર બનાવવા આગામી ચોમાસામાં જિલ્લામાં વિવિધ વિસ્તારમાં વધુને વધુ વૃક્ષો વાવવાની ઝુંબેશને વેગ આપવા માટે છ લાખથી વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આણંદ જિલ્લાને છેલ્લાં પાંચ વર્ષમાં 8.05 લાખ વધુ વૃક્ષો મળ્યા છે. જેને કારણે હેક્ટરદીઠ સૌથી વધુ વૃક્ષોમાં પણ સમગ્ર રાજ્યમાં આણંદ જિલ્લો અવ્વલ છે.

આ પ્રસંગે આણંદ જિલ્લા કલેક્ટર મનોજ દક્ષિણીની ઉપસ્થિતિમાં રવિવારે 50માં વર્ષની વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી. જેના ભાગરૂપે સમગ્ર આણંદ જિલ્લાના મતદાન મથકો ખાતે બી.એલ.ઓ. તેમજ અન્ય કર્મીઓ દ્વારા પણ વૃક્ષારોપણની સાથે મતદાન જાગૃતિ અભિયાનને જોડી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં વિવિધ જાતના 200 થી વધુ રોપા રોપવામાં આવ્યા હતાં. વૃક્ષો વાવીને તેનું જતન કરીશું તો જ આપણે કલાઇમેટ ચેઇન્જ કરી શકીશું તેમ જણાવી આણંદ જિલ્લાના નગરજનોને તેમના આંગણામાં એક વૃક્ષ વાવી તેના જતન થકી વૃક્ષારોપણના કાર્યક્રમમાં સૌને જોડવા જણાવ્યું હતું.

નોંધનીય છે કે, આણંદ જિલ્લો છેલ્લાં ત્રણ દાયકાથી હરિયાળી ક્ષેત્રે અગ્રેસર રહ્યો છે. જિલ્લામાં વન ન હોવા છતાં બિનવન વિભાગમાં હેકટર દીઠ સૌથી વધુ વૃક્ષો ધરાવે છે. જેના કારણે છેલ્લા એક દાયકામાં જિલ્લામાં દર વર્ષે 100 ટકાથી વધુ વરસાદ થતો હોય છે. આણંદ જિલ્લામાં હાલમાં 220.04 લાખ વૃક્ષોથી ખીલી રહ્યો છે. ત્યારે વિશ્વ પર્યાવરણ દિન અને વનોત્સવ નિમિતે આગામી એક વર્ષમાં આણંદ જિલ્લામાં 6 લાખથી વધુ વૃક્ષોની રોપણી ચોમાસા દરમિયાન વન વિભાગ તથા વિવિધ સેવાભાવિ સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે. જેમાં આણંદ-ભાલેજ- સારસા રોડ પર જ 1 લાખથી વધુ વૃક્ષો અને ધોરી માર્ગ પર પડતર જમીન રોડની બંને બાજુઅે તથા અન્ય માર્ગો પર થઈને 3 લાખથી વધુ વૃક્ષો રોપવામાં આવશે.

વૃક્ષ પ્રેમ - બે દાયકાથી સતત વૃક્ષારોપણ વધી રહ્યું છે

આણંદ20042009201220172022
વૃક્ષો લાખમાં190.05201.19202.05211.08220.04
હેકટર દીઠ64.62 %68.00 %68.16 %71.00 %71.44 %
તફાવત0.00 %3.79 %00.16 %2.84 %0.44 %

ઘર આંગણે કે પડતર જમીનમાં વૃક્ષ વાવીને જતન કરવા આહવાન

​​​​​​​આણંદ જિલ્લામાં મોટીસંખ્યામાં વૃક્ષો છે. જિલ્લાના ગ્રેનેરી ફેરવવા માટે સૌનો સહકાર જરૂરી છે. વિશ્વ પર્યાવરણ દિવસ માનવ જીંદગીને શુધ્ધ હવા આપતાં વધુ ને વધુ વૃક્ષો રોપવામાં આવે તો ભાવિ પેઢી સુરક્ષિત બંને તેમ છે. ત્યારે વૃક્ષો વાવીને તેનું જતન કરીશું તો જ આપણે કલાઇમેટ ચેઇન્જ કરી શકીશું તેમ જણાવી આણંદ જિલ્લાના નગરજનોને તેમના આંગણામાં એક વૃક્ષ વાવી તેના જતન થકી વૃક્ષારોપણના કાર્યક્રમમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. - મનોજ દક્ષિણી, કલેકટર, આણંદ

વધુ વૃક્ષને કારણે જિલ્લાનું તાપમાન અમુક ડિગ્રીથી વધતું નથી અને ચોમાસામાં વરસાદ પણ વધુ વરસે છે
હાલમાં રાજયમાં હેકટર દીઠ 71.44 વૃક્ષો છે. જે આગામી પાંચ વર્ષમાં હેકટરે 72 વૃક્ષોની સંખ્યા કરવા માટે પર્યાવરણ પ્રેમી સહિત સૌ કોઈ ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે. વૃક્ષોના ઘેરાવાના કારણે ચોમાસું સારૂં રહે છે. સામાન્ય રીતે ઉનાળામાં ક્યારેય પણ આણંદ જિલ્લામાં 44 ડિગ્રીથી વધુ તાપમાન જતું નથી. જિલ્લાની 23 લાખ વસ્તીને સૌથી વધુ ઓકસિજન વૃક્ષો પૂરો પાડી રહ્યાં છે. આણંદ જિલ્લામાં 2009માં 201 લાખ વૃક્ષો હતા. જે 2022માં 220 લાખ ઉપરાંત વૃક્ષમાં વધારો થયો છે.

હેક્ટર દીઠ 72 કરતાં વધુ વૃક્ષો ધરાવતી શિક્ષણ નગરી વિદ્યાનગરમાં સૌથી વધુ 3450 વૃક્ષ હયાત
વિદ્યાનગર આમ તો સમગ્ર વિશ્વમાં શિક્ષણ નગરી તરીકે જાણીતું છે. પરંતુ તેની હરિયાળીને લઈને પણ વિશ્વમાં જાણીતું છે. ચરોતરની શાન કહેવાતું આ નગર ગુજરાત રાજ્યમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતા વિસ્તારમાં આવેલું છે. જ્યાં પ્રતિ હેક્ટર 72 કરતા વધુ વૃક્ષો આવેલા છે. જે રીતના શહેરમાં વૃક્ષો વધારે છે તે રીતના જ તેનું જતન અને સંરક્ષણ કરવાની જવાબદારી પણ વધારે છે. હાલ વિદ્યાનગરમાં 3450થી વધુ વૃક્ષો છે.

અન્ય સમાચારો પણ છે...