તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ચાંગાની ચારુસેટ યુનિવર્સિટીમાં 'ક્રોસ પ્લેટફોર્મ મોબાઈલ એપ્લીકેશન ડેવલપમેન્ટ વીથ ફ્લટર' વિશે વર્કશોપ યોજાયો

આણંદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ 30 ફેકલ્ટી વિદ્યાર્થીઓએ ભાગ લીધો
  • મોબાઇલ એપ્લિકેશન બ્રાન્ડ મૂલ્યને મજબૂત બનાવી શકે

ચાંગા સ્થિત વિશ્વવિખ્યાત ચારૂસેટ યુનિવર્સિટી સંલગ્ન ચંદાબેન મોહનભાઈ પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન (CMPICA) દ્વારા તાજેતરમાં 'ક્રોસ પ્લેટફોર્મ મોબાઈલ એપ્લીકેશન ડેવલપમેન્ટ વીથ ફ્લટર' વિશે ગુજકોસ્ટ અને DST સ્પોન્સર્ડ વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં 30 ફેકલ્ટી- વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

ફ્લટર ગૂગલની ક્રોસ પ્લેટફોર્મ મોબાઈલ એપ્લીકેશન ડેવલપમેન્ટ ફ્રેમવર્ક છે. 3 દિવસના વર્કશોપમાં વિવિધ ફંડામેન્ટલ કન્સેપ્ટની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં GUI ડિઝાઇનિંગ, ડાર્ટ પ્રોગ્રામિંગ બેઝિક્સ, ક્રોસ પ્લેટફોર્મ્સ જેવા કેઇ એન્ડ્રોઈડ-IOS મોબાઈલ ફ્રેન્ડલી એપ્લીકેશન ડેવલપમેન્ટ અને ફ્લટર એપ્લીકેશન સાથેની API ઇન્ટીટિગ્રેશનનો સમાવેશ થતો હતો. વર્કશોપ દરમિયાન લાઈવ ડેમોન્સ્ટ્રેશન સાથે હેન્ડસ-ઓન ટ્રેનીંગ પણ આપવામાં આવી હતી. વર્કશોપમાં વિવિધ સંસ્થાઓના ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ સહિત કુલ 30 ડેલિગેટ્સે ભાગ લીધો હતો.

વર્કશોપમાં આકાશ પઢિયાર અને યશ પરીખ નિષ્ણાતો તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. બંને નિષ્ણાતો બહોળો ઔદ્યોગીક અનુભવ ધરાવે છે અને છેલ્લા 5 વર્ષથી મોબાઈલ એપ્લીકેશન ડેવલપમેન્ટમાં કાર્યરત છે.

આ વર્કશોપના કન્વીનર પ્રિન્સિપાલ ડો. અતુલ પટેલે જણાવ્યું કે, મોબાઇલ એપ્લિકેશન બ્રાન્ડ મૂલ્યને મજબૂત બનાવી શકે છે, નાગરિકોનું ધ્યાન આકર્ષિત કરી શકે છે. અસરકારક રીતે ડિઝાઇન કરેલી અને વિકસિત એપ્લિકેશન કાયમી મૂલ્યવાળી બ્રાન્ડની છબીને ટકાવી રાખવામાં મદદ કરી શકે છે. મોબાઇલ એપ્લિકેશનોની વિશાળ દુનિયા છે. વપરાશકર્તા માટે, મોબાઇલ એપ્લિકેશન ડેવલપમેન્ટનું ખૂબ મહત્વ છે. ઉપયોગમાં સરળતાના કારણે મોબાઇલ એપ્લિકેશનોની ઉપયોગીતા વધી રહી છે. વર્કશોપનો ઉદ્દેશ ગૂગલના મોબાઇલ એપ્લિકેશન ડેવલપમેન્ટ વિશે અનુભવ કરાવવાનો હતો. આ ઉપરાંત તે નાગરિકોને ઝડપી શરૂઆત આપે છે, જે તેમના માટે નવી તકોનો સર્જી શકે છે.

આ વર્કશોપના કન્વીનર પ્રિન્સિપાલ ડો. અતુલ પટેલ અને કો-ઓર્ડિનેટર આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. નિલય ગણાત્રા હતા. ઉલ્લેખનીય છે કે હાલમાં CMPICAમાં MCA, MCA Lateral, BCA, B.Sc.(IT), M.Sc. (IT), અને Ph.D. સહિત વિવિધ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. જેમાં એક હજારથી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

અન્ય સમાચારો પણ છે...