આયોજન:આણંદ પાલિકામાં સ્વચ્છતા તકેદારી માટે વર્કશોપ યોજાયો

આણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ નગરપાલિકામાં સ્વસ્છતા તકેદારી રાખવા માટેનો વર્કશોપ યોજાયો હતો. ત્યારે સફાઇ કામગારોને ગટર, ડ્રેનેજ લાઇન કંઇ રીતે સાફસફાઇ રાખવી અને સાવચેતી કેવી રાખવી માટેની સમજ અપાઇ હતી.

આણંદ નગરપાલિકાના સેનેટરી ઇન્સપેકટર વિભાકર રાવે જણાવ્યું હતું કે, દિલ્હી નેશનલ સફાઇ કામદાર ઓર્ગેનાઇઝેશન મારફતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરમાં સાફસફાઇ કંઇ રીતે રાખવી અને ગટર તથા ડ્રેનેજ લાઇન કંઇ રીતે ઉતરવું તેની સમજ આપવામાં આવી હતી. સાફ સફાઇ વખતે રોગચાળો બિમારી ફેલાઇ નહીં તે માટે શું શું તકેદારી રાખવી તેમજ સફાઇ વખતે કેવા સાધનો વાપરવા તે અંગેની માહિતી આપવામાં આવી હતી. વર્કશોપ પ્રસંગે આણંદ પાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ, ચીફ ઓફિસર એસ.કે.ગરવાલ, હિતેશ પટેલ(ભાણો) સહિત અન્ય નગરસેવકો, સફાઇ કામદારો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...