કાર્યવાહી:ચિખોદરાથી વાસદ વચ્ચે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઇ

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુલેટ ટ્રેનના પ્રોજેકટ હેઠળ થઈ રહેલી કાર્યવાહી

ચિખોદરાથી વડોદારા વચ્ચે હાઇસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે.આણંદ જિલ્લામાં બોરીઆવી થી વાસદ વચ્ચે આવેલા બુલેટ પ્રોજેકટમાં 11 ગામના ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી છે. જેમાં હાલ ચિખોદરાથી વાસદ વચ્ચે બુલેટ ટ્રેનની કામગીરી પુરજોશમાં ચાલુ છે.

ત્યારે આ 12 કિમીનામાર્ગ પરઆવતાં દબાણો દૂર કરવાની કામગરી પુરજોશમાં ચાલી રહી છે. આ ઉપરાંત મહિસાગર નદીના કોતરમાં કામગીરી ચાલી રહી છે.વાસદ નદીની બંને બાજુએ બુલેટ ટ્રેન માટે પીલર ઉભા કરવાનું કામ ચાલી રહ્યું છે.

બુલેટ ટ્રેનના માટે સંપાદન કરાયેલા જમીનમાં ચિખોદરાથી વાસદ વચ્ચે હાલ આ માર્ગ પર દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. તેમજ ખેડૂતોને પુરૂ વળતર આપવામાં આવ્યું છે. સામરખા ગામની સીમમાં જમીન સંપાદન કરવામાં આવી છે.પરંતુ કેટલાંક જમીન માલિકોમાં નારાજગી જોવા મળી રહી છે.

આગામી દિવસો ચિખોદારાથી વાસદ વચ્ચે બીમ ઉભા કરી દેવામાં આવશે.તેમજ ટ્રેકની કામગીરી પુરૂ જોશમાં હાથધરવામાં આવશે. બુલેટ ટ્રેન માટે આણંદ -નડિયાદ વચ્ચે એક સ્ટેશન ઉતરસંડા સીમમાં ઉભું કરવામાં આવનાર છે. જે માટે હાલ ઉતરસંડા વિસ્તારમાં સંપાદન કરાયેલી જમીનમાં દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...