માનવ સ્વાસ્થય જળવાઇ રહે તે માટે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાની આજના જમાનાની માંગ છે. વિધાનસભા ગૃહમાં કૃષિ વિદ્યયેકન ગુજરાત ઓર્ગનિક એગ્રિકલ્ચર યુનિવર્સિટીને ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રિકલ્ચર યુનિવર્સિટી તરીકે નવી ઓળખ આપવામાં આવી છે. જેનું મુખ્ય મંથક ગાંધીનગરના બદલે પંચમહાલ અને હાલોલ રહેશે જયારે હાલ કાર્યકારી કાર્ય મથક આકૃયુ રહેશે તેમ આણંદ કૃષિ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
આણંદ કૃષિ યુનિનાં કુલપતિ ડો. કે. બી. કથીરિયાએજણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવો એ આજના સમયની માંગ છે.ત્યારે સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે તેવા હેતુ થી દેશના વડાપ્રધાન અને રાજ્યના રાજ્યપાલ ની દુરંદેશી પહેલથી આ અંગેના પ્રયત્નો હાથ ધરવામાં આવશે.જેની યુનિ ખાતે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. તેમજ પ્રાકૃતિક ખેતીમાં નવા નવા સંશોધન અને રિસર્ચના આધારે ગુજરાતના વધુને વધુ ખેડૂતો ગુણવત્તાલક્ષી પ્રાકૃતિક ખેતી કરતા થાય તેવો ઉમદા હેતું રહેલો છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રાજયમાં પ્રાકૃતિક ખેતીના પ્રચાર અને પ્રસાર માટે આણંદ કૃષિ યુનિએ એમ.ઓ.યુ.કરેલ છે.અને યુનિવર્સીટી ખાતે ગત વર્ષે છ વિદ્યાર્થીઓ અને હાલ ચાલુ વર્ષે છ વિદ્યાર્થીઓને આઈ.સી.આર દ્વારા એડમીશન આપી નવા અભ્યાસક્રમ માં એમ.એસ. સી (એગ્રી),ઓર્ગેનિક ફારમીગ નો કોર્ષ રાષ્ટ્રીય કક્ષાએ શરૂ કરાવામાં આવેલ છે.આ યુનિવર્સિટી દેશમાં અને રાષ્ટ્રીય કક્ષાએ એક માત્ર પ્રથમ યુનિવર્સિટી બની છે.એમ કહી શકાય તેમ છે. જેમાં કોઈ બે મત નથી.તેમ ડો.કથીરિયાએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.