કોંગ્રેસનો વિરોધ:રાંધણગેસના ભાવ વધારા સામે મહિલા કોંગ્રેસની રેલી

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટી સંખ્યામાં મહિલાઅોઅે ટાઉન હોલ ખાતે ઉપસ્થિત રહીં સૂત્રોચ્ચાર કર્યાં

વિધાનસભાની ચુંટણી જેમ જેમ નજીક આવતી જાય છે. તેમ તેમ રાજકીય પક્ષોમાં પણ દોડધામ શરૂ થઇ ગઇ છે. શાસક પક્ષ દ્વારા 20 વર્ષના શાસનમાં વિકાસનાં ગુણગાન ગાય છે.ત્યારે બીજી તરફ વિરોધ પક્ષ સરકારીની ત્રુટિઓ પ્રજા સમક્ષ રજુ કરે છે.

રાંધણ ગેસના ભાવમાં ધરખમ વધારો કરતા આજે આણંદ જીલ્લા કોંગ્રેસની મહિલાઓ દ્વારા રેલી કાઢી સાથે પ્રતીક ધરણાં કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.પ્રાપ્ત વિગત મુજબ આણંદ જીલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ કપિલાબેન ચાવડાના અધ્યક્ષ સ્થાને આણંદમાં ગ્રીડ ચોકડી , ટાઉનહોલ ખાતે મહિલાઓ દ્વારા ભાજપ સરકાર દ્વારા રાંધણ ગેસમા ભાવ વધારો કરવામાં આવ્યો છે. તેના વિરોધમાં રેલી કાઢી સાથે પ્રતીક ધરણાં સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.

તેમજ ભાજપ સરકાર સામે વિરોધ નોંધવામાં આવ્યો હતો. મોંઘવારી વિરુદ્ધ ધરણાં પ્રદર્શનમાં આણંદ જીલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ કપિલાબેન ચાવડા , ગીતાબેન સોલંકી, મીનાબેન ડાભી , ચેતના રોય , આણંદ શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ કિન્નરી બેન દવે, જલ્પાબેન શર્મા , કુમકુમ બેન તથા મોટી સંખ્યામાં આણંદ જીલ્લા કોંગ્રેસની મહિલાઓ ઉપસ્થિત રહી સરકાર સામે વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...