સમાજના વિકાસમાં મહિલાઓના યોગદાનને બિરદાવવા, દરેક ક્ષેત્રે મહિલાઓની સહભાગીદારીતાને પ્રોત્સાહન આપવા અને મહિલાઓને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવાના હેતુથી પ્રત્યેક વર્ષે માર્ચ મહીનાની 8મી તારીખે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત મહિલાઓને તેમના અધિકારો, કામની સમાન તકો વિશે જાગૃત કરવા અને સમાજમાં પુરુષોને સમાન સન્માન અપાવવા વિશ્વભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લામાં વર્લ્ડ બૅન્ક પુરસ્કૃત સેન્ટર ફોર એગ્રીકલ્ચરલ માર્કેટ ઈન્ટેલિજન્સ, નેશનલ એગ્રિકલ્ચર હાયર એજ્યુકેશન પ્રોજેક્ટ- સેન્ટર ઓફ એડ્વાન્સડ એગ્રિકલ્ચર સાયન્સ એન્ડ ટેકનોલોજી (એન.એ.એચ.ઇ.પી - સી.એ.એ.એસ.ટી.) પ્રોજેક્ટ અને આણંદ કૃષિ યુનિવર્સિટી જેન્ડર કમિટિના સંયુક્ત ઉપક્રમે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે કુલપતિ ડો.કે.બી.કથીરીયાના માર્ગદર્શન હેઠળ “મહિલા સ્વરક્ષણ તાલીમ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમ કાર્યક્રમમાં આણંદ કૃષિ યુનિવર્સિટીની બી.એ.કોલેજ ઓફ એગ્રીકલ્ચર, કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્ટરનેશનલ એગ્રીબિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, કોલેજ ઓફ ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી એન્ડ બાયો એનર્જી, પોલીટેકનિક ઇન ફૂડ સાયન્સ એન્ડ હોમ ઇકોનોમિક્સ, શેઠ એમ.સી.પોલીટેકનિક ઈન એગ્રીકલ્ચર તેમજ કોલેજ ઓફ હોર્ટીકલ્ચરની ફેકલ્ટીઓ સહિત મોટી સંખ્યામા વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. આ સમગ્ર તાલીમ કાર્યક્રમનું સંચાલન પ્રતિભા એકેડમીના ડાયરેક્ટર ચેતન ફૂમકિઆ દ્વારા કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.