અરજી:રાલેજના મહિલા સરપંચ 3 બાળકો હોવાથી ગેરલાયક

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરપંચ પદ પરથી દૂર કરાયા છે : ટીડીઓ

ખંભાત તાલુકાના રાલેજ ગામે ગત વર્ષે યોજાયેલ સરપંચપદની ચૂંટણીમાં ત્રણ બાળકો હોવા છતાંયે ઉમેદવારીપત્રમાં બે બાળકો દર્શાવીને ઉમેદવારી નોંધાવનાર અને સરપંચપદે વિજેતા સામે ગામના જાગૃત નાગરિક દ્વારા અરજી કરવામાં આવી હતી. જેમાં તપાસમાં સરપંચને 3 બાળકો હોવાનું ફલિત થતા ટીડીઓ, ખંભાત દ્વારા રાલેજના સરપંચને હોદ્દા પરથી ગેરલાયક ઠેરવતો હૂકમ કરાયો હતો.

મળતી વિગતોમાં રાલેજ ગામના સરપંચપદે ડિસેમ્બર,2021માં મીનાબેન પ્રવીણભાઇ મકવાણા ચૂંટાયા હતા. તેઓએ ચૂંટણીના ઉમેદવારીપત્રમાં ત્રણ બાળકો હોવા છતાંયે બે બાળકો દર્શાવ્યા હતા અને ચૂંટણીમાં જીતીને સરપંચ બન્યા હતા. દરમ્યાન ગામના અરજદાર નાનજીભાઇ વાઘેલાએ પુરાવા સાથે અરજી કરી હતી. જેમાં રાલેજના સરપંચ મીનાબેન મકવાણાને ત્રણ બાળકો હોવાના પુરાવા રજૂ કર્યા હતા. આ તમામ પુરાવા સહિતની બાબતોને ધ્યાને લઇને ખંભાતના ટીડીઓ એ.પી.મોદીએ મીનાબેન મકવાણાને સરપંચપદેથી ગેરલાયક ઠેરવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...