તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:આણંદ સેવા સદનમાં સફાઈ કરતી મહિલાઓ ૩ માસના વેતનથી વંચિત

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ સેવાસદન ખાતે સફાઈ કામગીરી કરી રહેલ બહેનોને છેલ્લા ત્રણ માસથી વેતન ચૂકવાયું ન હોય બહેનોને પરિવારનું ભરણપોષણ કરવું મુશ્કેલ બન્યું છે. અને ફરજ બજાવવા માટે લોકો પાસેથી ઉછીનું ભાડુ લઇ આણંદ આવવાની ફરજ પડી રહી છે.આણંદ સેવાસદનની ચાર માળની બિલ્ડિંગમાં છેલ્લા દસ વર્ષથી 12 બહેનો સાફ સફાઈની કામગીરી બજાવી રહી છે.જેઓને સફાઈ કરવા માટે રવિવારે પણ બોલાવવામાં આવે છે .અને માસિક રૂા. 6842નો પગાર ચૂકવવામાં આવે છે.

નજીવા વેતનમાં ફરજ બજાવતી આ બહેનોને કોરોના ના કપરા કાળમાં પણ ત્રણ માસથી પગાર ચૂકવાયો નથી.અને છેલ્લા દસ વર્ષથી સફાઈ કામગીરી કરી રહ્યા હોવા છતાં વેતનમાં કોઈ જ વધારો કરાયો નથી.તેમજ છેલ્લા ત્રણ માસથી પગાર ચૂકવાયો ના હોઈ બહેનોને પરિવારનું ભરણ પોષણ કરવું મુશ્કેલ બન્યું છે.આ બહેનો આણંદની આજુબાજુના ગામથી આવે છે. જેથી રોજ ભાડું ખર્ચી આણંદ આવવાની ફરજ પડે છે પરંતુ ત્રણ માસથી પગાર ચૂકવાયો ન હોય બહેનોને આણંદ આવવા માટે પણ પાડોશીઓ પાસેથી ઉછીના પૈસા લઇ આણંદ આવે છે. આમ બહેનોને છેલ્લા ત્રણ માસથી વેતન ચૂંકવાયું ન હોય બહેનો ભારે તકલીફનો સામનો કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...