તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ખંભાતની મહિલા-પેટલાદની બાળકીનું વીજ કરંટથી મોત

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

આણંદ જિલ્લામાં વીજકરંટ લાગવાના બે બનાવ બન્યા છે. જેમાં ખંભાતની મહિલાનું અને પેટલાદની બાળકીનું મોત નીપજ્યું હતું. આ બંને બનાવ સંદર્ભે ખંભાત અને પેટલાદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ખંભાતના સોખડા ગામે 54 વર્ષીય ફૂલીબેન ભાનુભાઈ મકવાણા રહે છે. સોમવારે સવારે તેઓએ તેમની તિજોરીનો દરવાજો ખોલ્યો હતો. અચાનક એ જ સમયે ઘરની દિવાલમાંથી વીજકરંટ પસાર થઈને તિજોરીને સ્પર્શતો હોય તેમને કરંટ લાગતાં તેઓ બેભાન થઈ ગયા હતા. બનાવની જાણ પરિવારજનોને થતાં તેમણે તુરંત જ તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

એ જ રીતે બીજા બનાવમાં પેટલાદના જેસરવા ખાતે રહેતી બે વર્ષીય આરોહી રાજુ ડામોરને ઘરમાં ઈલેક્ટ્રીક જીવંત વાયરને અડી જતાં કરંટ લાગ્યો હતો. અને તેનું પણ મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતુ. આ બંને બનાવ સંદર્ભે પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...