સોજીત્રા તાલુકાના ડભોઉ ગામે ગુરૂવારસાંજે ટ્રેકટરે મહીલાને ટક્કર મારતાં તેમની સાડી આગલા વ્હીલમાં ભરાઈ જતાં તેઓ નીચે પછડાયા હતા જેના કારણે તેમનું મોત થયું હતું. જયારે તેમના હાથમાંથી ત્રણ મહિનાનો ભાણો ઉછળીને દુર ફેકાયો હતો.
ડભોઉ ગામની નવદુર્ગા કોલોનીમાં રહેતા સુમીત્રબેન ગપાભાઈ ઠાકોર ગુરૂવાર સાંજે સાત વાગે દીકરી કૃપ, મોટી દીકરી મીતલ તેનો ત્રણ માસનો દીકરો સમર્થને લઈને સશંભુભાઈ હરમાનભાઈ ઠાકોરના ઘરે લગ્નના આમંત્રણમાં જમવા નિકળ્યા હતા. ત્યારે ઘનશ્યામભાઈ ઠાકોરના ગોડાઉન પાસે પુર ઝડપે આવી રહેલા ટ્રેકટરે ટક્કર મારી હતી.
જેથી સુમીત્રાબેનની સાડી ટ્રેકટરના આગળના વ્હીલમાં ભરાઈજતાં તેઓ નીચે પડી ગયા હતા અને ત્રણ મહીનાનો સમર્થ ઉછળીને દુર ફંગોળાઈ ગયો હતો તરતજ લોકો એકત્ર થઈ ગયા હતા સુમીત્રબેનને મો અને ડાબા હાથે ઈજાઓ થઈ હતી. તેમણે તરત સોજીત્રા સરકારી દવાખાને લઈ જવાયા હતા જયાં તબીબોએ તેમને મૃત્યું પામેલ જાહેર કર્યા હતા. આ અંગે સોજીત્રા પોલીસે ટ્રેકટર ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.