તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:બાઈકના વ્હીલમાં ઓઢણી ભરાતા રોડ પર પટકાયેલી મહિલાનું મોત

આણંદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 3 દિવસ પહેલાં બનેલા બનાવમાં મહિલાનું સારવાર દરમિયાન મોત

આણંદ શહેરની સામરખા ચોકડી પાસે ત્રણ દિવસ પહેલાં બાઈક પર ભુમેલ જઈ રહેલી મહિલાના મોંઢે બાંધેલી ઓઢણી બાઈકના પાછળના વ્હીલમાં ભરાઈ હતી. જેને પગલે તે બાઈક પરથી નીચે પડી ગઈ હતી. આ બનાવમાં મહિલાને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આણંદ તાલુકાના અડાસ ગામે નાની ભાગોળ સ્થિત સિંધાવાળા ફળિયામાં પુનમભાઈ રાવળ પત્ની સરોજ સાથે રહે છે. પૂનમભાઈને સંતાન ન હોઈ તેમના સાળીના દિકરા કિરણભાઈને દીકરો માની પોતાની સાથે રાખ્યો હતો. ગત રવિવારે પૂનમભાઈ ભુમેલ ગામે પોતાના સાઢુ ભાઈલાલભાઈના ઘરે ગયા હતા. બાદમાં પોતાના પત્ની સરોજબેનને ફોન કરીને ભુમેલ આવવા જણાવ્યું હતું.

તેમનો સાઢુનો દીકરો કિરણ રાવળ સરોજબેનને પાછળ બેસાડીને સાંજે અડાસથી ભુમેલ જવા નીકળ્યા હતા. પાંચ વાગ્યે આણંદ શહેરની સામરખા ચોકડી સ્થિત ઓવરબ્રીજ ચઢતા હતા. તે વખતે બાઈકની પાછળ બેઠેલા સરોજબેને મોઢે બાંધેલી ઓઢણી બાઈકની પાછળના વ્હીલમાં ભરાઈ જતા નીચે પડી ગયા હતા. તેમને માથામાં, ચહેરા ઉપર તેમજ ડાબા ખભામાં ઈજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે કરમસદની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો