તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદ શહેરમાં ગંગદેવ નગરની પાછળ એક ઓરડીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશનાં આઝમગઢ જિલ્લાનાં પરિવાર રહે છે. શનિવાર રાત્રીનાં સુમારે જીતેન્દ્રભાઈ અને તેમની પત્ની રીનાબેન વચ્ચે કોઈ બાબતે ઝધડો થયો હતો.અને ત્યારબાદ રવિવાર સવારે તેઓનો મૃતદેહ ઘરમાં લટકતો જાેવા મળ્યો હતો,જાે કે ઘટના બાદ જીતેન્દ્ર વિશ્વકર્મા ઘરમાંથી ફરાર થઈ ગયો હતો.જે અંગે આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે
આણંદ શહેરમાં ગંગદેવ નગરની પાછળ એક ઓરડીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશનાં આઝમગઢ જિલ્લાનાં જીતેન્દ્રભાઈ વિશ્વકર્મા ફર્નીચરનો વ્યવસાય કરે છે,અને તેઓને સંતાનમાં ચાર બાળકો છે. ગત રાત્રીનાં સુમારે જીતેન્દ્રભાઈ અને તેમની પત્ની રીનાબેન વચ્ચે કોઈ બાબતે ઝધડો થયો હતો.અને ત્યારબાદ આજે સવારે તેઓનો મૃતદેહ ધરમાં લટકતો જોવા મળ્યો હતો,જો કે ધટના બાદ જીતેન્દ્ર વિશ્વકર્મા ધરમાંથી ફરાર થઈ ગયો હતો જેને લઈને મૃતક મહિલાનાં ભાઈ રાકેશ વિશ્વકર્માએ જીતેન્દ્રએ રીનાની હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. ઘટનાની જાણ થતા આણંદ ટાઉન પોલીસ ધટના સ્થળે દોડી ગઈ હતી અને અપમૃત્યુની નોંધ કરી મૃતક મહિલાનાં મૃતદેહને પોષ્ટમોર્ટમ માટે હોસ્પીટલમાં ખસેડયો હતો, પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તબક્કે મહિલાએ આત્મહત્યા કરી હોવાનું જણાઈ રહ્યું છે,જો કે પોષ્ટમોર્ટમનાં રીપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચુ કારણ જાણી શકાશે.આ ધટનાને લઈને ધટનાં સ્થળે લોકોનાં ટોળે ટોળા ઉમટી પડયા હતા.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.